નગરોટા ઓફિસરોની પત્નીઓની બહાદૂરીથી ટળ્યુ મોટું સંકટ

નગરોટાઃ  ગઇ કાલે નગરોટા આર્મી યુનિટમાં થયેલા હુમલામાં 2 ઓફિસરોની પત્નીઓની સમય સૂચકતાથી મોટુ સંકટ ટળી ગયું હતું. ફેમીલી ક્વાર્ટસમાં આંતકીઓ ઘુસવા માંગતા હતા. પરંતુ બંનેએ ઘરના સામાનની મદદથી ક્વાર્ટરની એન્ટ્રી બ્લોક કરી દીધી હતી. પરિણામે આંતકીઓ ક્વાર્ટરમાં ઘૂસી શક્યા ન હતા. તે સમયે બિલ્ડિંગમાં 16 લોકો હજાર હતા. મંગળવારે સવારે 5.30 કલાકે 3 આંતકીઓ નગરોટા આર્મી યુનિટમાં પોલીસ વર્દી પહેરીને ઘૂસ્યા હતા. આતંકીઓએ જવાનો પર ફાયરિંગ કર્યા બાદ ગ્રેનેડ હુમલો કર્યો હતો. જેમાં 7 જવાન શહિદ થયા હતા. જ્યારે 3 આતંકી ઠાર થયા હતા.

મળતી માહિતી મુજબ આતંકીઓનો ઈરાદો ફેમિલી ક્વાર્ટર્સને નિશાન બનાવવાનો હતો. તેમનો આશય ત્યાં રહેતા જવાનો અને ઓફિસરોના પરિવારોને બંધક બનાવવાનો હતો. જોકે બે આર્મી ઓફિસરોની પત્નીઓની સમય સૂચકતા અને હિંમતના કારણે આતંકીઓ તેમના ઈરાદામાં સફળ થઈ શક્યા ન હતા. હુમલા સમયે બે બિલ્ડિંગ્સમાં બનેલા ફેમિલી ક્વાર્ટર્સમા 12 જવાન, બે મહિલા અને બે બાળકો હાજર હતા. બે આર્મી ઓફિસરોની પત્નીઓએ સાહસ કરીને ઘરના કેટલાક સામાનની મદદથી ક્વાર્ટર્સની એન્ટ્રી બ્લોક કરી દીધી. તેનાથી આતંકવાદીઓ માટે બ્લોકમાં એન્ટર થવું મુશ્કેલ થઈ ગયું.

visit: sambhaavnews.com

You might also like