આજે પૂર્વોત્તરની ‘પરીક્ષા’ : મેઘાલય અને નાગાલેન્ડમાં મતદાનનો પ્રારંભ

પૂર્વોત્તરના બે રાજ્ય મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થઇ ચૂક્યો છે. બંને રાજ્યમાં સવારે સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે જે સાંજે ચાર વાગ્યા સુધી ચાલશે. નાગાલેન્ડના દૂરના જિલ્લામાં કેટલાક મતદાન કેન્દ્ર પર મતદાન ત્રણ વાગે સમાપ્ત થઇ જશે.

બંને વિધાનસભા ચૂંટણીનું પરિણામ ત્રીજી માર્ચે જાહેર કરવામાં આવશે. બંને રાજ્યોની ચૂંટણીમાં મળતા અહેવાલ મુજબ કેટલાક સ્થળ પર ઇવીએમના કારમે મતદાન પ્રક્રિયામાં મોડુ થયું છે. મેઘાલયના શિલોંગમાં ઇવીએમના કારણે મતદાન મોડુ શરૂ થયું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી મેઘાલય અને નાગાલેન્ડની જનતાને વધારેમાં વધારે મતદાન કરવા અપીલ કરી છે. મેઘાલય અને નાગાલેન્ડમાં 60-60 વિધાનસભા બેઠક પર મતદાન યોજાઇ રહ્યું છે. પરંતુ બંને રાજ્યમાં આજે 59 બેઠકો પર મતદાન યોજાશે.

You might also like