નાગાલેન્ડમાં રાજકીય સંકટ, નવા CM નિયુક્ત

728_90

કોહિમા: રાજકીય સંકટમાંથી પસાર થઇ રહેલ નાગાલેન્ડમાં રાજ્યપાલ પીબી આચાર્યએ સત્તારૂઢ નાગાલેન્ડ પીપલ્સ ફ્રંટના ધારાસભ્યોના નેતા ટીઆર જેલિયાંગને રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે નિમવામાં આવ્યા છે. જેલિયાંગને 22 જુલાઇ સુધી બહુમતિ સાબિત કરવી પડશે. આ પહેલા મુખ્યમંત્રી શુરહોજેલી લિજિત્સૂ અને એમના સમર્થક બુધવારે શક્તિ પરીક્ષણ માટે સદનમાં પહોંચ્યા નહતા, ત્યારબાદ વિધાનસભાની કાર્યવાહી અનિશ્વિતકાલ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.

રાજ્યપાલ પીબી આચાર્યએ મંગળવારે વિધાનસભા અધ્યક્ષ ઇણતિવપાંગને નિર્દેશ આપ્યો હતો કે એ મંગળવારે સવારે સાડા નવ વાગ્યે સદનનું વિશેષ તત્કાલિન સત્ર શરૂ કરશે, કારણ કે મુખ્યમંત્રી લિજિત્સૂ બહુમક સાબિત કરી શકે.

લિજિત્સૂ પોતાની પાર્ટી નાગાલેન્ડ પીપલ્સ ફ્રંટના ધારાસભ્યના બળવાનો સામનો કરી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી અને એનપીએફના ધારાસભ્યોના નેતા ટીઆર જેલિયાંગ પોતાના સમર્થકોની સાથે સદનમાં હાજર હતા. વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે મુખ્યમંત્રી દ્વારા બહુમતી સાબિત કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવી શકે નહીં કારણ કે એ સદનમાં ઉપસ્થિત નથી. અધ્યક્ષે કહ્યું કે એ સદનની કાર્યવાહીનો રિપોર્ટ રાજ્યપાલને સોંપશે.

http://sambhaavnews.com/

You might also like
728_90