નિધિ છે પ્રિયંકા ચોપરાની ફેન

મુંબઇઃ કન્નડ ફિલ્મ ‘સ્વીટ હાર્ટ’ દ્વારા ગ્લેમર વર્લ્ડમાં આવનારી નિધિ સુબૈયાએ જ્યારે અક્ષયકુમાર સાથે બોલિવૂડ ફિલ્મ ‘ઓ માય ગોડ’ કરી ત્યારે તેની બ્યુટી ફિલ્મજગતમાં એક તાજા હવાના ઝોકા સમાન સાબિત થઇ. તેની બીજી ફિલ્મ ‘અજબ ગજબ લવ’ બોક્સ ઓફિસ પર ઊંધા મોઢે પટકાઇ, ત્યાર બાદ તેને ડાયરેક્ટ ‘ઇશ્ક’ અને ‘લવ સગુન’ જેવી ફિલ્મો પણ મળી. તેની ફિલ્મોની વચ્ચે પડેલા ગેપ અંગે વાત કરતાં નિધિ કહે છે કે હું હિન્દીની સાથે-સાથે સાઉથની ફિલ્મોમાં ‌બિઝી હતી. મારી ફિલ્મી કરિયર સાઉથની ફિલ્મોથી શરૂ થઇ છે, તેથી હું તેને ન છોડી શકું.
સાઉથની ફિલ્મોમાં બિઝી નિધિ બોલિવૂડમાં કેવી રીતે આવી તે અંગે વાત કરતાં તે કહે છે કે હિન્દી ફિલ્મોમાં મારો પ્રવેશ અક્ષયકુમારના લીધે થયો. મને અક્ષયે મુંબઇમાં એક પાર્ટીમાં જોઇ અને પછી પોતાની હોમ પ્રોડક્શનની ફિલ્મ ‘ઓ માય ગોડ’ માટે સાઇન કરી. આ ફિલ્મમાં મને અભિનેત્રી તરીકે લીધી તે માટે હું અક્ષયકુમારની આભારી છું. નિધિને બોલિવૂડમાં ચિત્રાંગદાની હમશકલ ગણાવાય છે, પરંતુ આ વાત તેને પસંદ નથી. તે કહે છે કે સાચું કહું તો હું બિલકુલ ઇચ્છતી નથી કે મારી ઓળખ કોઇના હમશકલના રૂપમાં થાય. મને લોકો મારા કામના કારણે જાણે તેવી મારી ઇચ્છા છે. મારા માટે કામ સિવાય બીજું કંઇ મહત્ત્વનું નથી, જોકે તે પ્રિયંકા ચોપરાને પોતાની સ્ટાઇલ આઇકોન માને છે. નિધિ કહે છે કે હું પ્રિયંકા ચોપરાની બહુ મોટી ફેન છું. તે મારી જેમ જ નાનાં કપડાં અને હાઇ હિલ્સમાં સુંદર લાગે છે અને પોતાની જાતને સારી રીતે કેરી કરી શકે છે. •

You might also like