ડેલ પાત્રોને હરાવી નડાલ US ઓપનની ફાઇનલમાં પહોંચ્યો

ન્યૂયોર્કઃ દુનિયાનાે નંબર વન ખેલાડી રાફેલ નડાલ પોતાના ૧૬મા ગ્રાન્ડ સ્લેમ ખિતાબથી ફક્ત એક ડગલું દૂર છે. સેમિફાઇનલમાં નડાલે આર્જેન્ટિનાના ૨૪મા ક્રમાંકિત માર્ટિન ડે પાત્રોને ૪-૬, ૬-૦, ૬-૩, ૬-૨થી હરાવીને યુએસ ઓપનની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે.

પહેલા સેટમાં સ્પેનના નડાલે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. ડેલ પાત્રોની સર્વિસ અને ફોરહેન્ડ સામે નડાલ લાચાર નજરે પડ્યો હતો. ત્યાર બાદ તેણે શાનદાર વાપસી કરી અને પછીના ત્રણેય સેટ જીતી લીધા. આવતી કાલે રવિવારે રમાનારી ફાઇનલમાં નડાલનો મુકાબલો દક્ષિણ આફ્રિકાના કેવિન એન્ડરસન સામે થશે. પહેલા સેટ બાદ ડેલપાત્રો પાસે નડાલના ક્લાસનો કોઈ જવાબ નહોતો.

You might also like