NACN-Kને આતંકી સંગઠન જાહેર કરાયું

નવી દિલ્હી : ભારત સરકારે નેશનલ સોશિયલિસ્ટ કાઉન્સીલ ઓફ નાગાલેન્ડ (ખાપલાંગ), (એનએસસીએનકે), તમામ સંગઠનો, ફ્રન્ટ ઓર્ગેનાઇઝેશનને ત્રાસવાદી સંગઠન તરીકે જાહેર કર્યા છે.
આ સંદર્ભમાં ગેજેટ જાહેરનામું છઠ્ઠી નવેમ્બર ૨૦૧૫ના દિવસે જારી કરવામાં આવી ચુક્યું છે. ૧૯૮૮માં એનએસસીએન (કે) ત્રાસવાદી સંગઠન અસ્તિત્વમાં આવ્યા બાદથી અનેક હુમલાઓમાં તેની સીધી સંડોવણી રહેલી છે. ભારત-મ્યાનમાર સરહદ ઉપર પણ તે સક્રિય છે.

એનએસસીએન (કે) દ્વારા અનેક નિર્દોશ નાગરીકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. અન્ય આતંકવાદી ગતિવિધિઓમાં પણ તેની સીધી સંડોવણી રહેલી છે. મણિપુરના ચંડેલ જિલ્લામાં સેનાના કાફલા ઉપર ચોથી જુન ૨૦૧૫ના દિવસે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ભારે ખુંવારી થઈ હતી. કેન્દ્ર સરકારે એનએસસીએનને ત્રાસવાદી સંગઠન જાહેર કર્યું છે.

You might also like