નાચોસ છે સાંજના નાસ્તા માટે સૌથી બેસ્ટ, આવી રીત બનાવો ઘરે..

સામગ્રી : મકાઇનો લોટ એક કપ, મેંદો અથવા લોટ – 1/4 કપ, કસૂરી મેથી – 2 મોટી ચમચી, મિલ્ક પાવડર – 1 નાની ચમચી, ગ્રાઉન્ડ લવિંગ – 1 નાની ચમચી, સાયટ્રિક એસિડ – 1/2 નાની ચમચી, ગારલિક પાવડર – 1 નાની ચમચી, ડૂંગળીનો પાવડર – એક નાની ચમચી, હળદર – 1/4 નાની ચમચી, લાલ મરચાને પીસ – 1 નાની ચમચી, જિંજર પાવડર – 1/2 નાની ચમચી, પીસેલા તજ – ચપટીભરીને, મીઠું – એક ચમચી, બટર – બે ચમચી (મોયન માટે), તેલ – તળવા માટે

વિધિ : મેથી મકાઇ નાચોસની બધી સામગ્રીને સરખી રીતે મિક્સ કરીને કડક મિક્સ કરી લે. નાના-નાના ગોળ કરીને તેને તળી લેવા. તવા પર કાચી-પાકી રોટી શેકી લે. પચી ત્રિકોણ આકારમાં કાપીને કર-કરા સુધી તળી લો. નાચોસ ડિપ-મેયોનીઝ – 2 નાની ચમચી, પ્રોસેસ્ડ ચીઝ – 2 નાની ચમચી , ક્રીમ-2 નાની ચમચી, લીંબુ રસ એક નાની ચમચી, મીંઠુ – ચપટીભરીને, ચિલી ફલેક્સ- એક નાની ચમચી, મિક્સ હર્બ્સ – એક નાની ચમચી, કાળા મરી – 1/4 નાની ચમચી, ચીલી ટમાટર સોસ – 2 નાની ચમચી. ડિપની સામગ્રીને મિક્સ કરી સ્મૂથ ડિપ તૈયાર કરો. તૈયાર થઇ ગયું ગરમા-ગરમ નાચોસ…

You might also like