નોટબંધી પર જાહેરાત, સહકારી બેંકોને મળશે 21 હજાર કરોડ, તમામ ઓનલાઇન ટ્રાન્જેક્શન 31 ડિસેમ્બર સુધી ફ્રી

નવી દિલ્લી: નોટબંધીને લઈને મોદી સરકારે કિસાનોને આપી રાહત. સરકારે કોઓપરેટિવ બેંકોને 21,000 કરોડ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. ડિસ્ટ્રીક્ટ સેંટ્રલ કોઓપરેટિવ બેંકને આ રકમ નાબાર્ડ દ્વારા આપવામાં આવશે. આર્થિક મામલાના સચિવ શક્તિકાંતા દાસે બુધવારે જણાવ્યું કે રવિ સીઝનની વાવણીમાં ખેડૂતોને કેશની તકલીફ ન થાય એટલા માટે સરકારે કોઓપરેટિવ બેંક દ્વારા ખેડૂતોને લોનની સુવિધા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ હેઢળ નાબાર્ડને 21 હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે, જે આગળ કોઓપરેટિવ બેંકોને મળશે. પાક લોન કેશમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. નાબાર્ડ અને રિઝર્વ બેંક પાસેથી ડીસીસીબીએ પર્યાપ્ત કેશ સપ્લાય કરવા માટે કહેવામાં આવ્યું છે.

નોટબંધી પછી ડિઝિટલ ચૂકવણીને ઉત્તેજન આપવા માટે સરકારે ડિબિટ કાર્ડના ઉપયોગ પર લાગતા લેવડદેવડના ચાર્જિસમાં 31 ડિસેમ્બર સુધી છૂટ આપવાનો નિર્ણય લીધો છે. આર્થિક મામલાના સચિવ શક્તિકાંતા દાસે મીડિયાને કહ્યું કે સાર્વજનિક ક્ષેત્રોની તમામ બેંક અને કેટલીક ખાનગી બેંક ડેબિટ કાર્ડના માધ્યમ દ્વારા તમામ પ્રકારની ચૂકવણી પર લેવડદેવડમાં ચાર્જિસ માફ કરવા પર રાજી થઈ ગઈ છે.

You might also like