નોર્થ કોરિયાના શાસકે લોન્ગ રેન્જ મિસાઇલ ટેસ્ટ લોન્ચ કરવાનો આપ્યો અણસાર

સીઓલ: નોર્થ કોરિયાના લીડર કિમ જોન્ગ ઉનને રવિવારે કહ્યું હતું કે તેમનો દેશ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ (ICBM) લોન્ચ કરવા માટે તૈયાર છે. કિમે પોતાના ટેલિવિઝન પરના પ્રવચનમાં કહ્યું હતું કે આઈસીબીએમ રોકેટ ટેસ્ટ લોન્ચ કરવાની તૈયારી તેના અંતિમ તબક્કામાં છે અને એ માટેનું સંશોધન અને તૈયારી પૂરી કરી લેવામાં આવી છે.

નોર્થ કોરિયાએ 2016 વર્ષની શરૂઆતમાં સૌ પ્રથમવાર બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું, તેમ છતાં કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે આઈસીબીએમ મિસાઇલનું પરીક્ષણ કરવામાં વર્ષો લાગસે નોર્થ કોરિયાને. આ મિસાઇલ અમેરિકા સુધી ન્યુક્લિયર વેપનનું વહન કરવાની ક્ષમતા ધરાવે છે.

કિમે જોકે એવું નહોતું કહ્યું કે નોર્થ કોરિયા માટે આ મોટું પગલું છે. પરંતુ 8 જાન્યુઆરીએ તેનો જન્મદિન આવી રહ્યો છે. અને ગયા વર્ષે તેણે 6 જાન્યુઆરીના રોજ એક ન્યુક્લિયર ટેસ્ટ કર્યો હતો.

You might also like