નટરાજન ચંદ્રશેખર બન્યા ટાટા સન્સના નવા ચેરમેન

નવી દિલ્હી : ટાટા સન્સના ચેરમેનની જાહેરાત આજે કરવામાં આવી હતી. ગ્રુપની બોર્ડ મીટિંગ બાદ એન.ચંદ્રશેખરનનાં નામની જાહેરાત કરવામાં આવી હતી. રતન ટાટા અને અન્ય બોર્ડ ડાયરેક્ટર્સ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે 24 ઓક્ટોબરે સાઇરસ મિસ્ત્રીને આ પદ પરથી હટાવાયા બાદ રતન ટાટા કામચલાઉ ડાયરેક્ટર બનાવાયા હતા.

ચંદ્રશેખ દેશી સૌથી મોટી આઉટસોર્સ કંપનપી ટીસીએસ સાથેવર્ષ 2009થી જોડાયેલા છે. સાથે જ સાઇરસ મિસ્ત્રીને ટાટા સન્સમાંથી હટાવાયા બાદ ચંદ્રશેખરનને ટાટા સન્સના બોર્ડમા સમાવવામાં આવ્યા હતા. ટાટા સન્સ 100 બિલિયન ડોલરવાળા ગ્રુપની હોલ્ડિંગ કંપની છે. ફેબ્રુઆરી બાદ ટાટા ગ્રુપના ચેરમેન કોણ હશે તેના માટે પાંચ સભ્યોની સર્ચ કમિટીની રચના કરવામાં આવી હતી.

આ કમિટીને આ કામ ફેબ્રુઆરી 2017 પહેલા પુરૂ કરવાનું હતું. આ કમિટીમાં રતન ટાટા કે જેઓ હાલના સમયના કામચાઉલ ચેરમેન પણ છે અને 1991 થી 2012 સુધી ટાટા ગ્રુપના ચેરમેન રહ્યા. તે ઉપરાંતવ વેણુ શ્રીનિવાસન, અમિત ચંદ્રા, રોનન સેન અને લોર્ડ કુમાર ભટ્ટાચાર્યનો સમાવેશ થાય છે.

You might also like