મહિલાઓએ રાતે વાળ ઓળવાનું ટાળવું જોઇએ, નહીં તો થશે આ મુશ્કેલી

વાળ મહિલાઓના શૃંગાર હોય છે. જે તેમની સુંદરતા વધારે છે. વાળને લઇને શાસ્ત્રમાં અનેક પ્રકારની ધારણાઓ છે. શાસ્ત્રો અનુસાર મહિલાઓને પોતાના વાળ બાંધીને રાખવા જોઇએ. ખુલ્લા વાળ રાખવા એ શોકની નિશાની માનવામાં આવે છે. રાતે પણ વાળ ઓળવવા અશુભ માનવામાં આવે છે. મંદિરમાં વાળ ખોલીને જવું અશુભ માનવામાં આવે છે. આવો જાણીએ મહિલાના વાળ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો…

શાસ્ત્રમાં સૂર્યાસ્ત પછી વાળ ઓળવવા અશુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે સૂર્યાસ્ત પછી ખરાબ આત્મા ફરે છે. જે મહિલાઓ વાળ ખુલ્લા રાખે છે. તેઓ આ આત્માનો શિકાર બને છે. આથી જ એવું કહેવાયું કે મહિલાઓએ રાતે વાળ ઓળવવા ન જોઇએ.

રાતે વાળ ખુલ્લા રાખીને સૂવું એ મુશ્કેલીને આમંત્રણ આપવા જેવું માનવામાં આવે છે. એવું કહેવાય છે કે મહિલાઓને રાતે સૂતાં સમયે ચોટલો બાંધીને સૂવું જોઇએ. રાતે વાળ ખુલ્લા રાખીને સૂવું એ પરિવાર માટે અશુભ માનવામાં આવે છે.

મહિલાઓને પોતાના તૂટેલા અને વિખરાયેલા વાળને રાતે બહાર ન ફેંકવા જોઇએ. એવું કહેવાય છે કે કોઇ ખરાબ વ્યક્તિના હાથમાં આ વાળ આવી જાય તો તેનો પ્રયોગ કોઇ જાદૂટોણામાં પણ કરી શકે છે. આથી તમારા વાળને દિવસમાં એકઠા કરીને સાચી જગ્યાએ જ ફેકવા જોઇએ.

શાસ્ત્ર અનુસાર પૂનમની રાતે વાળ ઓળવવું એ ખરાબ આત્માઓને આમંત્રણ આપવા જેવું છે. મહિલાઓને માસિક ધર્મ દરમિયાન વાળ શેમ્પૂ ન કરવા જોઇએ. એવું કહેવાય છે કે આવું કરવાથી શારીરિક સમસ્યા વધી શકે છે.

જો વાળ ઓળવતા સમયે તમારા હાથમાંથી દાંતિયો પડી જાય તો તેને અશુભ સંકેત માનવામાં આવે છે. આવું થવા પર ટૂંક સમયમાં જ કોઇ અશુભ સમાચાર મળી શકે છે.

You might also like