પુરાણોમાં શક્તિપીઠનો ઉલ્લેખ

મા અંબાનાં પ્રાગટયના પૌરાણિક ઉલ્લેખ પ્રમાણે બે કથા મુખ્ય છે. આમાંથી એક કથા પ્રમાણે પ્રજાપતિ દક્ષે બૃહસ્પતિ સક નામના મહાયજ્ઞનું આયોજન કર્યું હતું. આ યજ્ઞમાં બધા દેવોને નિમંત્રણ આપ્યું હતું, પણ પોતાના જમાઈ ભગવાન શંકરને બોલાવ્યા નહોતા. પિતાને ત્યાં યજ્ઞા છે તેવા સમાચાર સંભાળીને ભગવાન શંકરનો વિરોધ હોવા છતાં સતી-દેવી પિતાને ત્યાં પહોંચી ગયાં. પિતાને ત્યાં યોજાયેલા મહાયજ્ઞમાં ભગવાન શિવને આમંત્રણ ન આપતાં અને પિતાને મોઢે પતિ શંકરની નિંદા સાંભળતાં

તેમણે યજ્ઞકુંડમાં પડી પ્રાણ ત્યજી દીધા. ભગવાન શિવે અંતર્દષ્ટિથી સતી દેવીનો નિશ્ચેતન દેહ જોઈને તાંડવ આદર્યું અને દેહને ખભે ઉપાડી ત્રણે લોકમાં ઘૂમવા લાગ્યા. શિવજીના પ્રકોપથી આખી સૃષ્ટિનો નાશ થઈ જશે તેવા ડરથી ભગવાન વિષ્ણુએ શિવને પ્રસન્ન કરી પોતાનાં ચક્રથી સતીનાં શરીરના ભાગો પૃથ્વી પર વેરાવી દીધા. સતીના દેહના ભાગ તથા આભૂષણો અનેક સ્થળો પર પડયાં, તે બધાં સ્થળ એક એક શક્તિપીઠ તેમ જ ભૈરવના સ્વરૂપમાં સ્થિર રહ્યાં. ચૂડામણી તંત્રમાં આ બાવન શક્તિપીઠોનો ઉલ્લેખ જોવા મળે છે.
આરાસુર અંબાજીમાં મા સતીનો હૃદયનો ભાગ પડયો હતો, ભાગવતમાં ઉલ્લેખ છે. ભગવાન શ્રીકૃષ્ણની માથાના વાળ ઉતારવાની વિધિ આરાસુર અંબાજીનાં સ્થળે થઈ હતી અને એ પ્રસંગે નંદ-યશોદાએ માતાજીનાં સ્થાનકે જવારા વાવ્યા હતા અને સાત દિવસ સુધી અંબાજીમાં રહ્યાં હતાં.
આ મંદિર પ્રાગ ઐતિહાસિક કાળનું હોવાનું મનાય છે. અત્યારનું સ્થાનિક મંદિર ૧૨૦૦ વર્ષ પુરાણું જણાય છે. ગુજરાત સરકાર દ્વારા અંબાજી મંદિરના વહીવટ માટે
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે.

શક્તિપીઠનાં નામઃ
• હિંગળાજ માતા
– કરાચી (પાકિસ્તાન)
• નૈનાદેવી મંદિર
– બિલાસપુર (હિમાચલ પ્રદેશ)
• સુનંદા – બાંગ્લાદેશ
• મહામાયા – પહલગાંવ (કાશ્મીર)
• જ્વાલાજી (અંબિકા)
– કાંગડા (હિમાચલ પ્રદેશ)
• ત્રિપુર માલિની
– જલંધર (પંજાબ)
• અંબાજી – આરાસુર,
અંબાજી (ગુજરાત)
• મહાશિરા – પશુપતિનાથ મંદિર પાસે (નેપાળ)
• દાક્ષાયણી
– માનસરોવર (કૈલાસ)
• વિમલા – ઉત્કલ
(ઓડિશા)
• ગંડકી ચંડી – પોખરા (નેપાળ)
• દેવી બાહુલા – પશ્ચિમ બંગાળ
• મંગલ ચંદ્રિકા – પશ્ચિમ બંગાળ
• ત્રિપુરસુંદરી – ત્રિપુરા
• ભવાની – બાંગ્લાદેશ
• ભ્રામરી – પશ્ચિમ બંગાળ
• કામાખ્યા – ગુવાહાટી (આસામ)
• જુગાડયા – પશ્ચિમ બંગાળ
• કાલીપીઠ – કોલકાતા
• લલિતા- અલાહાબાદ (ઉત્તર પ્રદેશ)
• જયંતી – બાંગ્લાદેશ
• વિમલા મુકુટ
– પશ્ચિમ બંગાળ

• મણિકર્ણ – વારાણસી
(ઉત્તર પ્રદેશ)
• શ્રવણી – તામિલનાડુ
• સાવિત્રી – હરિયાણા
• ગાયત્રી – અજમેર (રાજસ્થાન)
• મહાલક્ષ્મી – બાંગ્લાદેશ
• કાંચી – પશ્ચિમ બંગાળ
• કાલી – મધ્ય પ્રદેશ
• નર્મદા – અમરકંટક
(મધ્ય પ્રદેશ)
• શિવાની – ઉત્તર પ્રદેશ
• ઉમા – ઉત્તર પ્રદેશ
• નારાયણી- તામિલનાડુ
• વારાહી – ગુજરાત
• અર્પણ – બાંગ્લાદેશ
• શ્રી સુંદરી – આંધ્ર પ્રદેશ
• કપાલિની – પશ્ચિમ બંગાળ
• ચંદ્રભાગા – પ્રભાસ, સોમનાથ (ગુજરાત)
• અવંતિ – ઉજ્જૈન (મધ્ય પ્રદેશ)
• ભ્રામરી – નાસિક (મહારાષ્ટ્ર)
• વિશ્વેશ્વરી – આંધ્ર પ્રદેશ
• રત્નાવલિ – પશ્ચિમ બંગાળ
• અંબિકા – ભરતપુર (રાજસ્થાન)
• મિથિલા – ભારત-નેપાળ બોર્ડર
• નલહાટી – પશ્ચિમ બંગાળ
• જયદુર્ગા – અજ્ઞાત
• મહિષમર્દિની – પશ્ચિમ બંગાળ
• યશોરેશ્વરી – બાંગ્લાદેશ
• ફુલ્લરા – પશ્ચિમ બંગાળ
• નંદિની – પશ્ચિમ બંગાળ
• ઇન્દ્રાક્ષી – શ્રીલંકા
http://sambhaavnews.com/

You might also like