મૈસૂર એરપોર્ટ પરથી આમ ગુપચૂપ તૈયાર થયો મોદીનો એક્શન પ્લાન

નવી દિલ્હીઃ 500 અને 1000ની નોટો બજારમાંથી પરત લેવાનો નિર્ણય એક દિવસમાં નથી થયો. મહિનાઓની યોજનાબદ્ધ તૈયારી બાદ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. મોદીના આ એક્શન પ્લાનની ઘણા ઓછા લોકોને માહિતી હતી. ત્યાં આ પ્લાનને ખૂબ જ ગુપ્ત રીતે તૈયાર કરવામાં આવ્યો છે. આવી જ રીતે એક ચાર્ટડ પ્લેન કોઇની પણ નજરમાં આવ્યા વગર છ મહિનાથી મૈસૂર સ્થિત સરકારી પ્રેસમાંથી 2000ની નવી નોટો દિલ્હી સ્થિત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના મુખ્યકાર્યાલય પર પહોંચાડી રહ્યું હતું.

છેલ્લાં છ મહિનાથી એક પ્રાઇવેટ ચાર્ટડ પ્લેન મૈસૂર એરપોર્ટથી ખૂબ જ ગુપ્ત રીતે ઉડી રહ્યું હતું. અહીંથી બેંગ્લોર સહિત દેશના ઘણા મોટા શહેરોમાં ફ્લાઇટ જાય છે. ખાસ કરીને એવા શહેરો કે જ્યાં RBIની શાખા છે. મિશન હતું કે મૈસૂરની પ્રિંટિંગ પ્રેસમાં છપાયેલ 2000ની નવી નોટોને ચૂપચાપ દેશભરની RBIની શાખામાં પહોંચાડવી. RBIની શાખા પણ સરકારી યોજના પર ગુપ્ત રીતે કાર્ય કરી રહી હતી.  નોટો છાપવાનું કામ છ મહિના પહેલાં જ શરૂ થઇ ગયું હતું.

મૈસૂરમાં ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રા લિમિટેડ દ્વારા ચલાવવામાં આવતું કરન્સી પ્રિન્ટિંગ પ્રેસ છે. જે હાઇ સિક્યોરિટી ઝોન છે. આ જગ્યા માટે અલગથી રેલવે લાઇન અને વોટર સપ્લાય લાઇન છે. આ પ્રેસ લગભગ બે દશક જૂનું છે. જેને દુનિયાના ઉમદા કરન્સી પ્રિન્ટિંગ પ્રેસોમાં એક માનવામાં આવે છે.

1000ની જૂની નોટો પણ અહીં જ છપાઇ હતી. આ પ્રેસની અંદર જ કરન્સી પેપર તૈયાર કરવાનું યૂનિટ છે. નોટોને બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતો ખાસ કાગળ અહીં જ તૈયાર કરવામાં આવી રહ્યો છે. મૈસૂરમાં છપાયેલી નોટોને RBIની વિવિધ શાખામાં પહોંચડાવા માટે એક પ્રાઇવેટ ચાર્ટડ ફ્લાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેના કેન્દ્ર સરકારે 73 લાખ 42 હજાર રૂપિયા ચૂકવ્યા છે.

You might also like