ભૂકંપ બાદ જાપાનમાં સફેદ ઝેરનો કહેર

નવી દિલ્હી: જાપાન ફરી એકવાર હચમચી ઉઠ્યું. ભૂકંપના ભારે આંચકા બાદ જાપાનમાં ઘણી જીંદગીઓ તબાહ થઇ ગઇ. ભૂકંપ બાદ જાપાન ફરી એકવાર રહસ્યમય પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે. જપનના રસ્તાઓ પર એક સફેદ રંગની ફોમ ફેલાતી જાય છે. ગલીઓ અને માર્ગો સફેદ ફોમના કબજામાં આવી ચૂક્યા છે. કોઇ જાણતું નથી કે આ ફોન ક્યાંથી આવી છે.

અહીંના માર્ગો પર વિચિત્ર પ્રકારની સફેદ રંગની કાર્પેટથી ઢંકાઇ ગયા છે. હજુ સુધી કોઇપણ સમજી શક્યું નથી કે સફેદ રંગનું મટીરિયલ આખરે ક્યાંથી આવ્યું છે. જાપાનના ટેનજીન અને ફુકુકાના માર્ગોના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. રસ્તાઓ પર વિખરાયેલ સફેદ ફોમ બરફ જેવું લાગે છે.

જાણકારોના અનુમાન અનુસાર ભૂકંપ દરમિયાન જમીનની નીચે કોઇ પાઇપ ફાટવાના લીધે ફોમ ધીરે-ધીરે લીકેજ થઇ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે શુક્રવારે અને શનિવારે અહીં આવેલા ભૂકંપમાં લગભગ 42 લોકોના મોત નિપજ્યાં હતા. જાપાનમાં આવેલા આ તીવ્ર ક્ષમતાના ભૂકંપના લીધે લગભગ 4 લાખ લોકો બેધર થઇ ગયા હતા.

You might also like