રોંગ સાઇડમાં આવેલી કારે બાઇકને મારી ટક્કર, બાઇક ચાલકનું મોત, જુઓ Video

જામનગરના લતીપર વિસ્તારમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ત્યારે આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ નજરે પડી રહ્યું છે કે રોડ પર બાઈક ચાલક શાંતિથી આવી રહ્યો હતો.

આ સમયે સામેની સાઈડથી પૂરપાટ ઝડપે રોંગ સાઈડ આવી રહેલી કારે બાઈક ચાલકને અડફેટે લીધો હતો. ટક્કર એટલી ખતરનાક હતી કે બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે કારના 2 વ્હીલ પણ નીકળી ગયા હતા. આ અકસ્માતમાં એક સાઈકલ ચાલક અને પેટ્રોલ પંપ પાસેથી બહાર નીકળી રહેલા એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.

આ કાર સીધી જ ખેતરમાં ઘુસી ગઈ હતી. ત્યારે સવાલ એ છે કે આવા બેફામ કાર ચાલકો પર કાર્યવાહી કયારે કરાશે. શાંતિથી પસાર થઈ રહેલા એક બાઈક ચાલકને બેફામ કાર ચાલકના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જોકે આ અકસ્માતમાં કારની સ્પીડ જ એટલી હતી કે બાઈક ચાલકે તો બ્રેક મારી હતી અને તે ઢસડાઈ પણ પડયો. જોકે રોંગ સાઈડ કાળમુખી બનીને આવેલી કારે બાઈક ચાલકને ભરખી લીધો.

divyesh

Recent Posts

રેલીમાં આપ સાંસદ ભગવંત માને કહ્યું, મા કસમ હવે દારૂ નહીં પીઉં

ચંડીગઢ: જાણીતા કોમેડિયન આમ આદમી પાર્ટીના પંજાબ એકમના પ્રમુખ તેમજ સંગરૂરથી લોકસભા સાંસદ ભગવંત માને દારૂ છોડી દેવાની જાહેરાત કરી…

4 mins ago

રેલવે સ્ટેશન અને ટ્રેનમાં હવે ફરીથી માટીની કૂલડી, ગ્લાસ અને પ્લેટ મળશે

નવી દિલ્હી: રેલવે સ્ટેશન અને ટ્રેનમાં હવે ફરીથી એક વખત માટીની કૂલડી, ગ્લાસ અને પ્લેટ જોવા મળશે. રેલવે પ્રધાન પીયૂષ…

4 mins ago

સગવડના બદલે અગવડઃ BRTSના સ્માર્ટકાર્ડધારકો ધાંધિયાંથી પરેશાન

અમદાવાદ: તાજેતરમાં મ્યુનિસિપલ સત્તાવાળાઓએ સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલને અર્બન હેલ્થ કેરના મામલે દેશભરમાં શ્રેષ્ઠ હોસ્પિટલ ગણાવવાની સાથે-સાથે બીઆરટીએસ સર્વિસને પણ…

2 days ago

કેન્દ્રીય વિદેશ પ્રધાનની ઉપસ્થિતિમાં વાઈબ્રન્ટ સમિટમાં આફ્રિકા છવાયુ

ગાંધીનગર: કેન્દ્રિય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની ઉપસ્થિતિમાં આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯ના ત્રીજા દિવસ અંતર્ગત આજે આફ્રિકા ડેની ઉજવણી…

2 days ago

ધો.૧૦-૧રની પ્રિલિમિનરી પરીક્ષાનો ર૮મીથી આરંભ

અમદાવાદ: અમદાવાદ શહેર અને જિલ્લામાં ધો.૧૦ અને ૧રના વિદ્યાર્થીઓ માટેની ફાઇનલ પરીક્ષાના રિહર્સલ સમી પ્રિલિમિનરી પરીક્ષાનો પ્રારંભ ર૮ જાન્યુઆરી સોમવારથી…

2 days ago

જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું તને જાનથી મારી નાખીશ

અમદાવાદ: તું મારો ફોન કેમ નથી ઉપાડતી..મારી સાથે સંબંધ કેમ નથી રાખતી..જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું…

2 days ago