સચિને ખોલ્યુ રાજ, કોણે કરી હતી ‘સચિન-સચિન’ની શરૂઆત

નવી દિલ્હી : એકસાથે એક જ સુરમાં ‘સચિન-સચિન’ની ગૂંજ દુનિયાભરના ક્રિકેટ ચાહકોમાં લોકપ્રિય રહી છે પરંતુ ભારતમાં ક્રિકેટના ભગવાન ગણાંતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડૂલકરે આ રહસ્ય પરથી પડદો દૂર કરતાં આ અંગેનું રાજ ખોલ્યું છે. સચિને જણાવ્યું કે તેમની માતાએ ‘સચિન-સચિન’ કહેવાની શરૂઆત કરી હતી. સચિને કહ્યું કે મેં ક્યારેય એવું વિચાર્યું નહોતું કે મારી નિવૃત્તિ પછી પણ ‘સચિન-સચિન’ ચાલતું રહેશે અને હવે એ પણ થિયેટર સુધી પહોંચી ગયું છે. સચિને આ અંગે પોતે બહુ ખુશ હોવાનું જણાવ્યુ હતું. સચિને પોતાના જીવન પર બનેલી ફિલ્મ – એ બિલિયન ડ્રીમ્સના એક ગીતને લોન્ચ કર્યા બાદ આ અંગેની જાણકારી આપી હતી.

સચિનને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે તેમણે ક્યારે સૌથી પહેલા ‘સચિન-સચિન’ સાંભળ્યું ત્યારે તેણે કહ્યું ખરેખર ‘સચિન-સચિન’ની શરૂઆત મારી માતાએ કરી હતી. જ્યારે બાળપણમાં હું સોસાયટીમાં નીચે રમવા જતો ત્યારે તે મને ઘરે પાછો બોલાવા માટે ‘સચિન-સચિન’ એમ કહી બોલાવતી હતી.
http://sambhaavnews.com/

You might also like