મારું જીવન મારું જિમ છેઃ પ્રિયંકા

પ્રિયંકા ચોપરા હાલમાં બે દેશો વચ્ચે ભાગદોડ કરી રહી છે. પ્રિયંકાએ પોતાની દિનચર્યા વિશે જણાવ્યું કે તેની જિંદગી તેના કાર્યક્ષેત્રમાં બદલાઇ ગઇ છે. તેથી તે પોતાના સમય અનુસાર વર્કઆઉટ કરી લે છે. પૂર્વ મોડલ અને મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ રહી ચૂકેલી શ્વેતા જયશંકર દ્વારા સંકલિત ‘ગોર્જિયસઃ ઇટ વેલ લુક ગ્રેટ’ નામના નવા પુસ્તકમાં આ સુંદરીએ પોતાની ખાણીપીણી અને ફિટનેસ સંબંધિત રહસ્યનો ખુલાસો કર્યો છે. આ પુસ્તકમાં પ્રિયંકા ચોપરા, મલાઇકા અરોરા ખાન, િમલિંગ સોમણ, ગુલ પનાગ, મધુ સપ્રે સહિત ઘણી અન્ય ભારતીય ટોપ મોડલના મૌલિક વિચાર અને ખાણીપીણીના નુસખા અંગે લખવામાં આવ્યું છે.

પોતાના ચહેરા, ત્વચા, શરીર અને મગજને લઇને ખૂબ જ સજાગ રહેનારી પ્રિયંકાને તાજેતરમાં યુનિસેફ તરફથી વિશ્વની સદ્ભાવના દૂત તરીકે પસંદ કરાઇ. પ્રિયંકાએ હોલિવૂડ કરિયરની શરૂઆત અમેરિકી સિરીઝ ક્વાન્ટિકોથી કરી. હવે તે આગામી હોલિવૂડ ફિલ્મ ‘બેવોચ’માં જોવા મળશે. પ્રિયંકાએ આ પુસ્તકમાં લખ્યું છે કે હું દિવસમાં ઓછામાં ઓછા ૧૮ કલાક કામ કરું છું. આ બધાની વચ્ચે ક્યારેય હું બેસતી પણ નથી. શૂટિંગના સેટ, મેકઅપ અને ટ્રેલરની વચ્ચે માત્ર ભાગ્યા કરતી હોઉં તેવું લાગે છે. એક કાર્યક્રમ પૂરો કરીને બીજા કાર્યક્રમમાં સામેલ થવા ભાગ્યા કરું છું. મારી જિંદગી જ હવે મારું જિમ છે અને મારું કાર્યક્ષેત્ર પણ છે. પ્રિયંકા કહે છે કે હું ફિટ છું એટલે જ આટલું દોડી શકું છું. વ્યસ્ત જીવનશૈલી મને ગમે છે.

http://sambhaavnews.com/

You might also like