નહીં કરુંઃ અદા શર્મા

વિક્રમ ભટ્ટની હોરર ફિલ્મ ‘૧૯૨૦’થી બોલિવૂડમાં પ્રવેશનારી અદા શર્મા આજકાલ પોતાની નવી ફિલ્મ ‘કમાન્ડો-૨’ને લઇને ચર્ચામાં છે. તે સુપરહિટ ફિલ્મ ‘કમાન્ડો’ની સિક્વલ છે. આ ફિલ્મમાં અદાએ ઘણા એક્શન સીન પણ આપ્યા છે. બોલિવૂડની સાથે-સાથે અદા ઘણી સાઉથની ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. અદા કહે છે કે ‘કમાન્ડો-૨’ એક બેસ્ટ કોમેડી ફિલ્મ છે, જેમાં ભરપૂર એક્શન પણ છે. વિદ્યુત જામવાલ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં હું વિદ્યુતની પ્રેમિકાનું પાત્ર ભજવું છું, પરંતુ સાચું કહું તો આ ફિલ્મમાં ભજવેલી ભૂમિકા મેં અગાઉ ક્યારેય ભજવી નથી. મને શૂટિંગ દરમિયાન ક્યારેય એટલી મજા આવી નથી જેટલી ‘કમાન્ડો-૨’ દરમિયાન આવી.

‘કમાન્ડો-૨’માં અદા એક્શન કરતી પણ જોવા મળશે. તે કહે છે કે હું મારી કરિયરનો સૌથી કઠિન રોલ કરી રહી છું. આ રોલ મારા માટે એક ચેલેન્જ હતી. આ કારણે પહેલી વારમાં જ મારે એક્શનથી ભરપૂર ફિલ્મ કરવા માટે તૈયાર થવું પડ્યું. આ મારી કરિયરની સૌથી અઘરી ભૂમિકા હોવાના કારણે ટ્રેનિંગ પણ લેવી પડી. અદા સાઉથમાં પણ કામ કરે છે. તે કહે છે કે સાઉથ ઇન્ડિયન અને હિંદી ફિલ્મોની વચ્ચે વધુ પડતું અંતર હોતું નથી. મારું માનવું છે કે પહેલાં જે થોડું અંતર હતું તે પણ હવે ઘટી રહ્યું છે. ઘણી બધી દક્ષિણ ભારતીય ફિલ્મોની હિંદીમાં રિમેક બની રહી છે. અદા કહે છે કે હું એકની એક ભૂમિકા ભજવવા ઇચ્છતી નથી. જે રોલ હું કરી ચૂકી છું તે ફરી નહીં કરું. મારે શ્રેષ્ઠ અને ચેલેન્જિંગ પાત્રો ભજવવાં છે.

http://sambhaavnews.com/

You might also like