મારા ડેડ મારી પ્રેરણાઃ ઋત્વિક રોશન

ઋત્વિક રોશન એક એવો કલાકાર છે, જે ઘણી ખરાબ પરિસ્થિતિઓમાંથી પસાર થયો છતાં તેના ચહેરા પર દુઃખની લકીર જોવા મળતી નથી. તે કહે છે લાઇફમાં ઘણીવાર આપણે એવી મનોદશામાંથી પસાર થતા જ હોઇએ છીએ, પરંતુ હું હંમેશાં મારી જાતને ઉત્સાહિત રાખવામાં માનું છું. જો તમારી જિંદગીમાં કોઇ સમસ્યા હોય તો તમારે તેની તપાસ કરવાની જરૂર છે. પરિસ્થિતિ ભલે ગમે તે પ્રકારની હોય, પરંતુ તમારું ફોકસ યોગ્ય હોવું જોઇએ. જો તમે આસપાસની પ્રેરણાત્મક વસ્તુઓને જોતા રહેશો તો તમને પ્રોત્સાહન ત્યાંથી જ મળી રહેશે. તમારી નિરાશા દૂર થઇ જશે. આપણી સામે જીવતા-જાગતા હીરો, જીવતા-જાગતાં ઉદાહરણ ફરતાં જ હોય છે. આપણે તેમની પાસેથી પ્રેરણા લેવી જોઇએ. તેઓ અશક્યને શક્ય કરવાની પ્રેરણા આપે છે, જ્યારે તમે ખુદ ડર કે આશંકાથી ઘેરાયેલા રહો છો ત્યારે આશાનું કિરણ ઓછું દેખાય છે.
ઋત્વિક પોતે કોની પાસેથી પ્રેરણા લે છે તે અંગે વાત કરતાં તે કહે છે કે હું મારા ડેડ પાસેથી પ્રેરણા લઉં છું. તેમણે ઘણા સંઘર્ષ કર્યા બાદ આ મુકામ મેળવ્યો છે. મેં તેમના જેટલી ઝિંદાદિલ અને ઇમાનદાર વ્યક્તિ મારી લાઇફમાં જોઇ નથી. યુવાનો માટે સંદેશ આપતાં તે કહે છે કે આપણે આપણી લાઇફ આપણી મરજી પ્રમાણે જીવવી જોઇએ, પરંતુ આપણા હિસાબે તેને ચલાવવાની કોશિશ ન કરવી જોઇએ કેમ કે લાઇફ તો તેના હિસાબે ચાલ્યા જ કરે છે. આપણું ધાર્યું કંઇ બનતું નથી. ભવિષ્યની ચિંતા કરીને સોનેરી પળોની મજા ન વેડફવી જોઇએ.

You might also like