મને લાગતું નથી કે મારી દીકરી મને ઓળખતી હોયઃ ધોની

હરારેઃ બધા જાણે છે કે મહેન્દ્રસિંહ ધોનીને મજાક કરવાની આદત છે અને ગઈ કાલે ઝિમ્બાબ્વે વિરુદ્ધ ત્રીજી વન ડે પૂરી થયા બાદ કંઈક આવું જ બન્યું, જ્યારે તેને પૂછવામાં આવ્યું કે વર્તમાન શ્રેણી બાદ તે લાંબા સમય સુધી ક્રિકેટમાંથી બ્રેક પર રહેશે. ધોની હવે ઓક્ટોબરમાં જ ક્રિકેટ રમતો નજરે પડશે, જ્યારે તે ન્યૂઝીલેન્ડ સામે નિર્ધારિત ઓવરની શ્રેણીમાં રમશે.

ધોનીએ મેચ પૂરી થયા બાદ કહ્યું, ”મને લાગે છે કે લાંબા સમય બાદ આ શ્રેણી બાદ હું ક્રિકેટથી થોડો આરામ લઈશ. મને નથી લાગતું કે મારી દીકરી (૧૫ મહિનાની જિવા) હવે મને ઓળખતી હોય. હું મારી દીકરીને મહેસૂસ કરાવીશ કે હું તેનો પિતા છું અને પરિવાર સાથે થોડો સમય પસાર કરીશ.”

ધોની પોતાના બોલર્સથી સંતુષ્ટ જોવા મળ્યો હતો. તેણે કહ્યું, ”મને લાગે છે કે બોલર્સનું પ્રદર્શન ખરેખર સારું રહ્યું. ફાસ્ટ બોલર્સ અને સ્પિનર્સે સમયાંતરે વિકેટ ઝડપી અને હરીફ ટીમને દબાણમાં લાવી દીધી. આથી હું મારા બોલર્સના પ્રદર્શનથી ખુશ છું.”

You might also like