સોનિયાનું ભોજન નહી લેનાર નીતિશ મોદીનું અનાજ ખાશે

પટના : કોગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા નેતાઓને ભોજન માટે આમંત્રણ હોવા છતા નહી જનાર બિહારનાં મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે તેઓ લંચ પર ન ગયા તેનો ખોટ અર્થ કાઢવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે જેડીયુ નેતા શરદ યાદવ તે લંચ મીટિંગમાં પાર્ટીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. નીતીશે પટાનામાં પત્રકારોને કહ્યું કે હું સોનિયા ગાંધીને એપ્રીલ મહિનામાં જ મળી ચુક્યો હતો.

આ મુદ્દે અગાઉ ચર્ચા કરી ચુક્યો હતો. આ અંગે તેમણે તમામ પાર્ટીઓને લંચ પર બોલાવ્યા હતા. અમારી પાર્ટીનાં પુર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ યાદવ જેડીયુ તરફથી લંચ માટે ગયા હતા. એવી કોઇ વાત નથી કે મે લંચ ટાળ્યું હતું. આ માત્ર એક ખોટી અફવા છે.

નીતીશે કહ્યું કે તેઓ શનિવારે વડાપ્રધાન તરફથી આયોજીત લંચમાં ભાગ લેશે. મોરીશનનાં વડાપ્રધાન પ્રવિંદ જગન્નાથનાં સન્માનમાં શનિવારે વડાપ્રધાન મોદીએ લંચનો કાર્યક્રમ રાખ્યો છે. તેના માટે નીતીશને પણ આમંત્રણ અપાયું છે.

ઉલ્લેખનીય છે કે મોરેશિયસનાં વડાપ્રધાન પ્રવિંદ જગન્નાથ શુક્રવારથી બે દિવસીય ભારત મુલાકાતે છે. પોતાનાં પિતા અનિરુદ્ધ જગન્નાથનાં બદલે મોરેશિયસનમાં વડાપ્રધાન બનનારા પ્રવિંદ વડાપ્રધાન તરીકે પહેલી વિદેશ પ્રવાસ છે.

You might also like