બિહારમાં બોલેરો ઘૂસી સ્કૂલમાં, 9બાળકોના ઘટનાસ્થળે જ મોત, 20 ઘાયલ

મીનાપુર પ્રખંડના ધર્મપુરની એક સરકારી સ્કૂલમાં છૂટ્યા બાદ બહાર નીકળી રહેલા બાળકોને અનિયંત્રિત બોલેરો ગાડીએ કચડી નાખ્યા હતા, જેમાં 9 બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 20 બાળકો ઘાયલ થયા છે. જો કે 20માંથી પણ 4 બાળકોની સ્થિતિ ગંભીર જાણવા મળી રહી છે. આ ઘટના શનિવારે બપોરે સ્કૂલ છૂટતા બની હતી.

આ ઘટના મુઝફ્ફરપુરથી નેશનલ હાઈવે પર અહિયાપુર નજીક બની હતી. બાળકો સ્કૂલમાંથી છૂટી ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે બેકાબૂ બોલેરોએ બાળકોને કચડી નાખ્યા હતા. જેમાં 9 બાળકોના મોત થયા હતા.

આ ઘટના બાદ બિહાર સરકારે મૃતક બાળકોના પરિવારજનોને ચાર-ચાર લાખનું વળતર ચૂકવવાની જાહેરાત કરી છે. સ્થાનિક સાક્ષીના જણાવ્યા પ્રમાણે, બોલેરો ચાલક નશામાં હતો અને તેના કારણે તેણે કાબૂ ગુમાવ્યો હતો.

બાળકો કચડાઈ જતા શોકનો માહોલ સર્જાયો હતો. સ્કૂલમાં પોલીસનો કાફલો પહોંચી ગયો હતો અને બાળકોના પરિવારજનો પણ પહોંચી ગયા હતા. પરિવારજનો બાળકોની લાશોને જોઈને પોક મૂકી રડવા લાગ્યા હતા.

You might also like