મુઝફ્ફરનગર રેલ ઘટના: બેદરકારીએ લીધા 23 લોકોના જીવ, આશરે 100 ઘાયલ

યૂપી: યૂપીના મુઝફ્ફરનગરમાં શનિવાર સાંજે થયેલા ભીષણ ટ્રેન અકસ્માતમાં મરનારાઓની સંખ્યા 23 થઇ ગઇ છે. આ ઘટનામાં આશરે 100 જેટલા લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. એમાંથી 26 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે બાકી 71 લોકાને સામાન્ય ઇજા પહોંચી છે. હાલમાં પોલીસ ઘટના સ્થળ પર છે. બચાવ કામગીરી ચાલુ છે.

આ ઘટના શનિવાર સાંજે 5 વાગ્યેને 46 મિનીટ પર બની હતી. ટ્રેન સંખ્યા 18477 કલિંગ ઉત્કલ એક્સપ્રેસ પુરીથી હરિદ્વાર તરફ જઇ રહી હતી. એ દરમિયાન મુઝફ્ફરનગરના ખતોલી રેલ્વે સ્ટેશનની પાસે ટ્રેનના 14 ડબ્બા પાટા પરથી ઊતરી ગયા. પાટા પરથી ઊતરેલા ડબ્બા ટ્રેક પાસે બનેલા મકાનો અને સ્કૂલ ઇમારતમાં ઘૂસી ગયા.

પાટા પરથી ઊતર્યા બાદ રેલના કેટલાક કોચ એક બીજામાં ઘૂસી ગયા. કેટલાક ડબ્બા એકબીજાની ઊપર ચઢી ગયા. આ ડબ્બામાં ફસાયેલા યાત્રીઓને બહાર નિકાળવા માટે ગેસ કટરથી ડબ્બા કાપવામાં આવ્યા. ડબ્બાઓને હટાવવા માટે ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો. આ ઘટના બાદ મેરઠ, અંબાલા, સહારનપુર ટ્રેકને બંધ કરી દેવામાં આવે.

આ ઘટના બાદ શનિવાર રાતે જ યૂપી એટીએસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ હતી. એટીએસ સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રથમ દ્રષ્ટિએ આ ઘટના પાછળ આતંકવાદી ષડયંત્ર જોવા મળી રહ્યું છે. જો કે હજુ આ બાબતની તપાસ થઇ રહી છે.

એક બાજુ બચાવ કામગીરી ચાલુ છે તો બીજી બાજુ રેલ ટ્રેકને રિપેરીંગ પણ કરવામાં આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે આશરે 24
કલાકમાં ટ્રેક બરોબર ફરીથી ચાલુ થઇ જાય એવી આશા છે.

http://sambhaavnews.com/

You might also like