મ્યુચ્યુઅલ ફંડોનું બેન્ક-IT શેરમાં ઊંચું રોકાણ

મુંબઇ: મ્યુચ્યુઅલ ફંડના બજારમાં ફરી એક વાર ગરમાવો જોવા મળી રહ્યો છે. નાના રોકાણકારોને ઊંચું રિટર્ન મળતાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનો ટ્રેન્ડ વધ્યો છે. ફંડે શેરબજારમાં કેટલીક ચોક્કસ કંપનીના શેરમાં રોકાણ વધાર્યું છે. મ્યુચ્યુઅલ ફંડે એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, ઇન્ફોસિસ, રિલાયન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટીસીએસ, લ્યુપિન અને સિપ્લા જેવી કંપનીના શેરમાં મોટા પાયે રોકાણ કર્યું છે.

સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડે સપ્ટેમ્બરમાં પૂરા થતા ત્રિમાસિક સમયગાળામાં શેરબજારમાં એક અંદાજ મુજબ રૂ. ૧૩ હજાર કરોડથી વધુ રોકાણ કર્યું છે. સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનથી આવતા રોકાણથી મ્યુચ્યુઅલ ફંડની એસેટમાં વધારો થઇ રહ્યો છે. દેશની મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝનું એવરેજ એસેટ અંડર મેનેજમેન્ટ જુલાઇથી સપ્ટેમ્બર મહિનાના ત્રિમાસિક ગાળામાં રેકોર્ડ ૧૬.૧૧ લાખ કરોડની સપાટીએ પહોંચી ગયું છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે શેરબજારના ૨૦ સ્ટોક્સમાં મ્યુચ્યુઅલ ફંડની ૭૦૦૦ જુદી જુદી સ્કીમ્સનું રોકાણ છે, જેની કુલ માર્કેટ વેલ્યૂ ૧.૮૬ લાખ કરોડથી વધુ છે.

You might also like