મ્યુચ્યુઅલ ફંડોએ બેન્ક-ફાઈનાન્શિયલ શેરમાં રોકાણ વધાર્યું

મુંબઇ: શેરબજારમાં નેગેટિવ પરિબળોના અભાવ વચ્ચે નિફ્ટી ૧૦,૩૦૦ની ઉપર ટકી રહી છે. બજારમાં નાણાકીય પ્રવાહિતા ઊંચી જોવામ મળી રહી છે. મ્યુચ્યુઅલ ફંડો પણ ચોક્કસ શેરમાં રિટર્ન મળતું હોવાના કારણે રોકાણ વધારી રહ્યા છે. ખાસ કરીને બેન્ક અને ફાઇન્નાશિયલ લાર્જકેપ કંપનીના શેરમાં રોકાણ વધારી રહ્યા છે તેમ મ્યુચ્યુઅલ ફંડના રિપોર્ટમાં બહાર આવ્યું છે.

ખાસ કરીને એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક, યસ બેન્ક, એચડીએફસી જેવા બેન્ક અને ફાઇનાન્શિયલ સેક્ટરના શેરમાં મોટા પ્રમાણમાં રોકાણ વધાર્યું છે. મ્યુચ્યુઅલ ફંડ હાઉસોએ ઓક્ટોબર મહિનામાં એક્સિસ બેન્કમાં ૧,૭૩૦ કરોડ, એચડીએફસીમાં ૧,૪૪૬ કરોડ, જ્યારે એચડીએફસી બેન્કમાં ૧,૪૭૮ કરોડનું રોકાણ કર્યું છે. યસ બેન્કના શેરમાં પણ ૬૦૦ કરોડથી વધુનું રોકાણ કર્યું છે.

તો બીજી બાજુ ઓક્ટોબરમાં મ્યુચ્યુઅલ ફંડ હાઉસોએ વેદાન્તા, હિંદાલ્કો, બીપીસીએલ, અદાણી પોર્ટ, પેટ્રોનેટ એલએનજીના શેરમાં રોકાણ કર્યું હતું. મિડકેપ અને સ્મોલકેપ સેગ્મેન્ટમાં એપોલો ટાયર, ભારત ફાઇનાન્શિયલ, ઇન્ક્લુસન, એનએલસી ઇન્ડિયા, ટાટા કેમિકલ્સ કંપનીના શેરમાં રોકાણ વધાર્યું હતું. એ જ પ્રમાણે નેશનલ એલ્યુમિનિયમ, ઇન્ડિયન હોટેલ્સ, દીવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન, ઓબેરોય રિયલ્ટી કંપનીના શેરમાં પણ ખરીદી કરી હતી. તો બીજી બાજુ ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર, એનઆઇઆઇટી ટેક્નોલોજી, આઇએફબી ઇન્ડ. કંપનીના શેરમાં રોકાણ હિસ્સો ઘટાડ્યો હતો.

You might also like