એપ્રિલ-સપ્ટે.માં મ્યુચ્યુઅલ ફંડનાં ખાતાંની સંખ્યા ૨૯ લાખ વધી

મુંબઇ: ઇક્વિટી ફંડનાં નવાં ખાતાંની સંખ્યામાં મોટો વધારો નોંધાયો છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ના એપ્રિલથી સપ્ટેમ્બર મહિનાના છ માસના સમયગાળામાં મ્યુચ્યુઅલ ફંડ ખાતાંની સંખ્યા ૨૯ લાખથી વધુ વધી છે. એટલું જ નહીં કુલ ખાતાની સંખ્યા વધીને રેકોર્ડ પાંચ કરોડની સપાટીને પાર પહોંચી ગઇ છે. વર્ષ ૨૦૧૪-૧૫માં મ્યુચ્યુઅલ ફંડ ખાતાંની સંખ્યામાં ૨૨ લાખનો વધારો થયો હતો. નાનાં શહેરોમાં રોકાણકારોનું મ્યુચ્યુઅલ ફંડમાં આકર્ષણ વધતાં ખાતાની સંખ્યામાં વધારો નોંધાયો છે.

એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઇન ઇન્ડિયા-એમ્ફીના ડેટા અનુસાર પાછલા છ મહિનામાં ૪૩ મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણકારોનાં ખાતાંની સંખ્યામાં ૨૮.૯૬ લાખનો વધારો થયો છે, જ્યારે ખાતાંની કુલ સંખ્યા વધીને ૫,૦૫,૫૯,૪૯૫ની સપાટીએ પહોંચી ગઇ છે.
મ્યુચ્યુઅલ ફંડોમાં નાણાકીય પ્રવાહિતા વધતાં ખાતાની સંખ્યામાં આ વધારો નોંધાતો જોવા મળ્યો છે.

You might also like