અયોધ્યાઃ 3 હજાર ઇંટો લઇને મુસ્લિમ પહોંચ્યા રામ મંદિરનું નિર્માણ કરવા

અયોધ્યાઃ ધર્મનગરીમાં ગુરૂવારે સાંજે વિવિધ ક્ષેત્રોમાંથી મુસ્લિમ સમાજના લોકો એક મોરચા સાથે રસ્તા પર ‘મુસલમાનો હક અને ઇમાન સાથે આવો, શ્રીરામ મંદિરનું નિર્માણ કરાવો..’ના નારા સાથે આવ્યા હતા. રામ મંદિર નિર્માણ માટે 3000 ઇંટો લઇને હસ્તગત વિસ્તારમાં બિરાજમાન શ્રીરામ મંદિર નિર્માણ માટે મુસ્લિમ કારસેવક મંચના સભ્યો ગુરૂવારે સાંજે અયોધ્યા પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભવ્ય રામ મંદિરના નિર્માણનો સંકલ્પ લેવા સાથે શ્રી રામના નારા લગાવ્યા હતા. મંચના અધ્યક્ષ આજમ ખાને જણાવ્યું કે અમે લખનૌથી આવ્યા છીએ. અમારો ઉદ્દેશ્ય રામ મંદિર બને તે છે. કોટવાલ અરવિંદ કુમાર પાંડેયે જણાવ્યું કે મુસ્લિમ મંચના સભ્યો વસ્તી, મહારાજગંજ, ગોરખપુર, લખનૌ વગેરે જગ્યાથી આવ્યાં હતી.

મંદિર નિર્માણમાં પોતાનો સહયોગ ઇટો દ્વારા કરવા માંગે છે. પરંતુ મંદિર બંધ હોવાની વાત તેમને જણાવવામાં આવી તો તેમણે વિહિપના લોકો સાથે સંપર્ક કર્યો. ઇંટોને ત્યાં લઇ જઇને જમા કરવાની વાત કરી છે. હાલ તો ઇંટો ભરેલી ટ્રેક નયાઘાટ બંધ પાસે ઉભી રાખીને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા છે.

http://sambhaavnews.com/

You might also like