વડોદરાનાં મુસ્લિમ વેપારીઓએ પાક.નો રાષ્ટ્રધ્વજ સળગાવ્યો

વડોદરા : કાશ્મીરનાં ઉરીમાં થયેલા આતંકવાદી હૂમલાનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. ત્યારે હવે વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં મુસ્લિમ વેપારીઓમાં પણ પાકિસ્તાન વિરોધી રોષ ફાટી નિકળ્યો છે. આ વેપારીઓએ પોતાનો રોષ પાકિસ્તાની રાષ્ટ્રધ્વજ સળગાવીને અને પાકિસ્તાનની પ્રોડક્ટનો બહિષ્કાર કરીને વ્યક્ત કર્યો હતો.

વડોદરા મુસ્લિમ સમુદાયે હવે પાકિસ્તાની પ્રોડક્ટનો વિરોધ કરવાનો સંકલ્પ કર્યો છે. શહેરના માંડવી વિસ્તારમાં આજે બપોરે મુસ્લિમ વેપારીઓ ભેગા થયા હતા. આ વેપારીઓએ પાકિસ્તાની બનાવનના કાપડ, શેમ્પુથી માંડી ચપ્પલ અને મસાલા સહિતની પ્રોડક્ટની હોળી કરી હતી. સાથે સાથે આ કોઇ પ્રોડક્ટ નહી વાપરવાના સંકલ્પ સાથે પાકિસ્તાનનાં રાષ્ટ્રધ્વજને પણ સળગાવ્યો હતો.

આ વેપારીઓએ પાકિસ્તાની બનાવટની કોઇ પણ વસ્તુની ખરીદી, વેચાણ કે ઉપયોગ નહી કરવા માટેનો સંકલ્પ કર્યો હતો. આ મુસ્લિમ વેપારીઓએ સાથે સાથે પાકિસ્તાની પ્રોડક્ટ અંગે લોકોમાં જાગૃતતા લાવવા અને તે નહી વાપરવા માટેની જાગૃતતા લાવવા માટેનું અભિયાન ચલાવવાનું પણ આયોજન કરી રહ્યા છે.

You might also like