મુસ્લિમને વોટબેંક નહી સમજી સૌના સમાન સમજો : મોદી

કોઝિકોડ : ભાજપની ત્રણ દિવસીય રાષ્ટ્રીય કાર્યકારોબારીની બેઠક રવિવારે પુરી થઇ હતી. વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય પરિષદની સમાપ્તી પ્રસંગે ભાષણ આપ્યું હતું. અમિત શાહે તેમના પ્રાસંગિક ભાષણમાં કહ્યું હતું કે કેન્દ્રની મોદી સરકાર પર ભ્રષ્ટાચારનાં આરોપો નથી લાગ્યા. વડાપ્રધાન મોદીએ પોતાનાં ભાષણમાં કહ્યું કે, પંડિત દિનદયાળે કહ્યું હતું કે મુસ્લિમોને પુરસ્કૃત ન કરો કે તિરસ્કૃત ન કરો. જો કે તેમને વોટ બેંક પણ ન સમજવી જોઇએ. તેમને એક સમાન ગણી વિકાસની સમાન તક આપવી જોઇએ.

વડાપ્રધાને મુસ્લિમોને સામાજીક સ્તર સુધારવા જણાવ્યું હતું. મુસ્લિમોને તિરસ્કાર કરવા કે તેમને વોટ બેંક નહી સમજવા જણાવ્યું હતું. વડાપ્રધાને કહ્યું કે તેમને સમાન ગણવા જોઇએ. તેમનાં વિકાસ માટે કામ કરવું જોઇએ. ભાજપ ગરીબો અને નીચલા તબક્કાનાં લોકોના કલ્યાણ માટે છે. તમામ વર્ગના લોકોને સમાન રીતે વિકાસની તક આપવી જોઇએ.

અન્ય પક્ષનાં લોકો ભાજપની છબી બગાડવાનાં પ્રયાસો કરી રહ્યા છે. ભાજપ સબકા સાથ સબકા વિકાસનો વિચાર કરીને ચાલી રહી છે. સમાજમાં વિકાસથી વંચિત રહેલા વર્ગનો વિકાસ કરવો જોઇએ. અમુક લોકોને કારણે રાજકારણ પ્રત્યે લોકોનો આદર ઘટ્યો છે. આ આદર અને સન્માન પાછુ મેળવવામાટે કામ કરવું પડશે. અમારા ઘણા કાર્યકરોને અન્ય રાજકીય પક્ષોની વિચારધારા ન અપનાવવાનાં કારણે મારી નાખવામાં આવ્યા હતા. શું આ લોકશાહીને શોભે તેવી ઘટના છે ? હું ઇચ્છીશ આ બાબતે ચર્ચા થવી જોઇએ.

You might also like