ટ્રિપલ તલાક આપનાર લોકોની સજા નક્કી કરે SC: મુસ્લિમ મહિલા પર્સનલ બોર્ડની માંગ

નવી દિલ્હી: ઓલ ઇન્ડિયા મુસ્લિમ વુમન પર્સનલ લો બોર્ડએ ઉચ્ચતમ ન્યાયાલય દ્વારા રોક છતાં એક સાથે સતત ત્રણ વખત તલાક
બોલીને પત્ની સાથે સંબંધ પૂરા કરવાનો એક તાજો કેસ સામે આવ્યો છેએ બાબતે ચિંતા વ્યક્ત કરતાં કોર્ટને અનુરોધ કર્યો છે કે સુપ્રીમ
કોર્ટ ટ્રિપલ તલાક આપનાર લોકોની સજા પણ નક્કી કરે.

બોર્ડે કહ્યું કે એ પોતાની માંગને લઇને કોર્ટનો દરવાજો ખખડાવશે. બોર્ડની અધ્યક્ષ શાઇસ્તા અમ્બરે જણાવ્યું કે, ‘સુપ્રીમ કોર્ટે કાલે જ ત્રણ
તલાક ગેરબંધારણીય જાહેર કરતાં એની પર રોક લગાવી દીધી પરંતુ કાલે જ મેરઠમાં એક ગર્ભવતી મહિલાને એના પતિએ તલાક,
તલાક, તલાક બોલીને પોતાનો સંબંધ પૂરો કરી દીધો. હવે પ્રશ્ન એ છે કે આવું કરનારા લોકોને કઇ સજા આપવામાં આવે.’

એમણે અપીલ કરી છે કે સુપ્રીમ કોર્ટ પોતાના આદેશની અવગણના કરતાં ત્રણ તલાક આપનાર લોકોની વિરુદ્ધ સજા પણ નક્કી કરે, ત્યારે
જ આ મુદ્દા પર રોક લાગશે અને પીડિતોને ન્યાય મળશે. બોર્ડ આ સાથે અરજી દાખલ કરીને કોર્ટને અપીલ પણ કરશે. એમણે કહ્યું કે
બોર્ડને એવો અહેસાસ થઇ રહ્યો છે કે હાલની સ્થિતિમાં ત્રણ તલાકનો મુદ્દો મુસ્લિમ સમાજ, સરકાર અને કોર્ટની વચ્ચે લટકતો રહી જશે.

સરકાર અને સુપ્રીમ કોર્ટ આ બાબતે પોતાનું વલણ સ્પષ્ટ કરે, નહીં તો રસ્તા પર આંદોલન કરવામાં આવશે.

You might also like