મુસ્લિમ ઇમામે મહિલાઓના હિજાબને લઇને આપ્યું કંઇક આવું નિવેદન

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના એક મુસ્લિમ ઇમામનું કહેવું છે કે મહિલાઓએ હિજાબ પહેરવો જોઇએ જેથી મર્દો પોતાની જાત પર કાબૂ રાખી શકે. કવીન્સલેન્ડના મુસ્લિમ ધર્મગુરુ શેખ જેનાદ્દીન જોન્સને યૌન શોષણના આક્ષેપો સહન કરી રહેલા હોલિવૂડ નિર્માતા હાર્વે વે‌ન્સ્ટિનના કેસમાં કૂદતાં મહિલાઓને સલાહ આપી કે તેઓએ પડદામાં રહેવું જોઇએ.

પોતાના ફેસબુક ફોલોઅર્સને સલાહ આપતાં જોન્સને લખ્યું કે મર્દે પોતાની પર નિયંત્રણ કરવામાં સક્ષમ હોવું જોઇએ. આ ઇસ્લામિક હિજાબ વિરુદ્ધ એક સામાન્ય ચર્ચા છે. હું તેમાં સંપૂર્ણ રીતે સહમત છું કે તેમણે પોતાની જાત પર કંટ્રોલ કરવામાં સક્ષમ હોવું જોઇએ. જોકે સત્ય જણાવે છે કે એવું થઇ રહ્યું નથી એથી મુસ્લિમ મહિલાઓએ હિજાબ પહેરવો ખૂબ જ જરૂરી છે.

શરિયા કાનૂનની વકીલાત કરનારા જોન્સન પહેલાં એક બેન્ડમાં કામ કરતા હતા. જોન્સને એમ પણ કહ્યું કે મહિલાઓએ કંગન પહેરીને જાહેેર સ્થળો પર ન નીકળવું જોઇએ. જો મહિલાઓ કંગન પહેરે છે કે ખુદને સુંદર બનાવવાની કોશિશ કરે છે તો જ્યાં સુધી તે ઘરમાં છે અથવા તો હિજાબથી ઢંકાયેલી છે ત્યાં સુધી બધું બરાબર છે. જો તે પોતાના પતિની સામે આમ કરે છે તો તેમાં કોઇ સમસ્યા નથી, પરંતુ તે કંગન પહેરીને ગલીમાં નીકળે છે અને લોકોને બતાવે છે તો તે યોગ્ય નથી અને તેની અનુમતિ પણ નથી.

You might also like