લેબનાનમાં બે બ્લાસ્ટ: 43નાં મોત, ISએ લીધી હુમલાની જવાબદારી

સિડની: ઓસ્ટ્રેલિયાનાની એક મહિલાએ સોશિયલ મીડિયા પર નફરત ફેલાવનાર લોકોનો સામનો કરવા માટે અનોખો રસ્તો અપનાયો છે. એકડેમિક સૂઝન કારલેંડે ટ્વિટર ગાળો ભાંડનારને અનોખો જવાબ આપ્યો છે. સૂઝન મુસ્લિમ હોવાથી ટ્વિટર પર ખૂબ ગાળો આપવામાં આવી રહી છે. સૂઝન ટોક-શો હોસ્ટ વલીદ એલીની પત્ની છે.

સૂઝને ટ્વિટર પર આપવામાં આવતી દરેક ગાળના બદલામાં એક ઓસ્ટ્રેલાઇ ડોલર યૂનીસેફને ડોનેટ કરવાનો નિર્ણય કર્યો છે. સૂઝને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર જાહેરાત કરી છે કે નફરત ભરેલા ટ્વિટના બદલામાં તે અત્યાર સુધી 1 હજાર ડોલર દાન કરી ચૂકી છે. તેમણે કહ્યું છે કે જરૂરિયાતમંદ બાળકો તરફથી તમારો ખૂબ ખૂબ આભાર ટ્રોલ્સ (અપશબ્દ કહેનારા માટે ઉપયોગ કરવામાં આવતો શબ્દ)

સિડની મોર્નિંગ હેરલ્ડમાં સૂઝને લખ્યું છે કે ‘મને ફેસબુક પર મેસેજ આવે છે કે હું એક મુસ્લિમ છું અને મને હત્યા, યુદ્ધ, સેક્સિઝમ પસંદ છે. આ લોકો સૂઝનના મોતની પ્રાર્થના કરે છે અને તેને ઓસ્ટ્રેલિયા છોડવાનું કહે છે. તેમના પર જિહાદી ફાઇટર હોવાનો આરોપ લગાવવામાં આવે છે. કહેવામાં આવે છે કે તે દેશ પર કબજો કરવાની યોજનામાં છે.

તે લોકોને બ્લોક કરવાના બદલે સૂઝનને ગાળોના બદલામાં દાન આપવાનો આઇડિયા સૂઝ્યો. તેમણે લાગ્યું કે દરેક ગાળના બદલામાં દુનિયાનું ભલું કરવું જોઇએ. લોકોએ પણ ટ્વિટર પર સૂઝનની આ પહેલની પ્રશંસા કરી છે. જો કે હજુ સુધી એ જાણી શકાયું નથી કે સૂઝનની આ પહેલ બાદ તેમણે ટ્વિટર પર ગાળો ભાંડવાનું ઓછું થયું છે કે નહી.

You might also like