મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ટ્રિપલ તલાક અંગેનાે સુધારાે સ્વીકારવા તૈયાર નથી

નવી દિલ્હી: મુસ્લિમ પર્સનલ લો બોર્ડે ટ્રિપલ તલાકમાં કરવામાં આવેલા સુધારાને નહિ સ્વીકારવાની રજૂઆત કરી સુપ્રીમ કોર્ટમાં કરેલી અપીલમાં જણાવ્યું છે કે ભારતીય બંધારણમાં લઘુમતીઓને મળેલી ધાર્મિક સ્વતંત્ર્તાને નક્કી કરવી જોઈએ. બોર્ડે વધુમાં જણાવ્યું છે કે ત્રણ તલાક, હલાલા અને વધુ લગ્ન ઈસ્લામ ધર્મનો અભિન્ન હિસ્સો છે. તેમાં કોઈ ફેરફાર શક્ય નથી.

બોર્ડે બીજા દેશમાં મુસ્લિમ પર્સનલ લોમાં કરવામાં આવતાં ફેરફાર ભારતમાં પણ લાવવાની બાબતનો વિરોધ કરતાં જણાવ્યું છે કે અહીંના સુન્ની સંપ્રદાયના લોકો ઈસ્લામના હનફી, શાફઈ, હંબલી અને મલિકી સ્કૂલની વિચારસરણીમાં માને છે. આ ચારેય વિચારસરણી ત્રણ તલાક,હલાલા અને વધુ વિવાહને નિયંત્રિત કરવા માટે કોઈ કાયદો બનાવે છે તો તે ભારતના મુસલમાનો માટે માન્ય ગણી ન શકાય. મુસ્લિમ પર્સનલ લો બોર્ડે એ દલીલને પણ ફગાવી દીધી છે કે ત્રણ તલાક ,હલાલા અને વધુ લગ્ન જેવા રિવાજ આમ નાગરિકને બંધારણ મુજબ મળેલા મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરે છે. બોર્ડનું કહેવું છે કે બંધારણે લઘુમતીઓને તેમના ધર્મ અને રીત રિવાજને સ્વીકારવાની સ્વતંત્રતા આપી છે. અને અન્ય કોઈપણ અધિકારની આડમાં તેની સાથે છેડછાડ કરી ન શકાય.

જમ્મુ-કાશ્મીરમાં લઘુમતીઓ કોણ છે?: સુપ્રીમ
કેન્દ્ર અને જમ્મુ-કાશ્મીર સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ સહમત થતાં જણાવ્યું છે કે તેઓ સાથે મળી નક્કી કરશે કે જમ્મુ-કાશ્મીરમાં લઘુમતીઓ કોણ છે? આ રાજ્યમાં જ દેશમાં સૌથી વધુ મુસ્લિમ છે. જસ્ટિસ જે સી ખેહર, જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ અને જસ્ટિસ સંજય કિશન કૌલે આદેશ આપતાં જણાવ્યું છે કે જમ્મુ-કાશ્મીર સરકાર અને કેન્દ્ર સરકાર રાજયમાં લઘુમતીઓ દ્વારા સહન કરવામાં આવતી મુસીબતો અંગે વાત કરે અને ચાર સપ્તાહમાં આ અંગે પ્રસ્તાવ રજૂ કરે.અમે સાથે મળી કામ કરવાની ભાવનાની પ્રશંસા કરીએ છીએ. અમે આશા રાખીએ છીએ કે આ મુદાનો કોઈ ઉકેલ આવશે.

સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલઃ ૩૦મીથી સુનાવણી
આ મુદે મુસ્લિમ પર્સનલ લો બોર્ડે સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કરાવી દીધો છે. અને હવે આ મામલે ૩૦મીથી સુનાવણી શરૂ થશે. બોર્ડે જણાવ્યું છે કે ઈસ્લામી કાનૂન જેની બુનિયાદ અનિવાર્ય રીતે કુરાન અને તેના આધારિત સૂત્રો પર છે તેથી તેની બંધારણની ખાસ જોગવાઈ પર સરખામણી કરી ન શકાય. તેથી તેની બંધારણ વ્યાખ્યા જ્યાં સુધી જરૂરી ન થઈ જાય ત્યાં સુધી તે દિશામાં આગળ ‍વધવાથી ન્યાયિક સંયમતા રાખવી જરૂરી છે.
http://sambhaavnews.com/

You might also like