મુસ્લિમોને ત્રાસવાદી બનતા રોકવા મંચની અનોખી પહેલ

નવી દિલ્હી: દેશમાં છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને મુસ્લિમ સહિત કેટલાક હિન્દુ યુવાનો આતંકવાદી પ્રવૃતિમાં સામેલ થઈ રહ્યાના હોવાની વિગતો બહાર આવી રહી છે ત્યારે આરએસએસ સાથે સંકળાયેલા મુસ્લિમ મંચે એન્ટી ટેરરિસ્ટ યૂથ ફ્રન્ટ બનાવી અનોખી પહેલ કરી મુસ્લિમ યુવાનોને આવી પ્રવૃત્તિમાં સામેલ થતા રોકવાની દિશામાં સક્રિય કામગીરી બજાવશે. જોકે આ ફ્રન્ટમાં મોટાભાગના હિન્દુ કાર્યકર સામેલ થશે.

દેશ સામે આઈએસનો ખતરો વધી રહ્યો છે ત્યારે દેશ સામેના આ પડકારનો સામનો કરવા આરએસએસ સમર્થિત મુસ્લિમ રાષ્ટ્રીય મંચે એક આતંકવાદી વિરોધી યૂથ ફ્રન્ટની રચના કરી છે. અને આ ફ્રન્ટ દ્વારા મુસ્લિમ યુવકો પર ચરમપંથીઓ દ્વારા થતાં બ્રેઈન વોશને રોકવા માટે અને યુવાનોને આતંકવાદી પ્રવૃત્તિમાં સામેલ થતા રોકવા માટે અનોખી પહેલ કરી છે.

આ ફ્રન્ટ એવા વિસ્તારમાં કામ કરશે કે જ્યાં કેટલાંક મુસ્લિમ યુવકો છેલ્લા કેટલાયે સમયથી આતંકવાિદી પ્રવૃત્તિમાં સામેલ થઈ રહ્યા હોવાની માહિતીના આધારે આવી પ્રવૃત્તિને અટકાવવા ફ્રન્ટના કાર્યકરો કામગીરી કરશે.જોકે આ ફ્રન્ટના મોટાભાગના સભ્યો નમો સેના અને અન્ય હિન્દુ સંગઠનના હશે.તેથી આ સમૂહમાં હિન્દુઓની સંખ્યા વિશેષ રહેશે.

આ મંચના મુખ્ય સંરક્ષક તરીકે સંઘની રાષ્ટ્રીય કારોબારીના સભ્ય અને વરિષ્ઠ પ્રચારક ઈન્દ્રેશકુમાર જવાબદારી સંભાળશે. આ ફ્રન્ટ તેમના જેવા સંઘના અન્ય નેતાઓની પહેલથી શરૂ થયું છે. મંચના રાષ્ટ્રીય સંયોજક મહંમદ અફઝલે આ અંગે જણાવ્યું કે આઈએસ ભારત માટે નવો પડકાર સાબિત થઈ રહ્યુંછે. અને કેટલાક મુસ્લિમો ખાસ કરીને દક્ષિણ રાજ્યોના યુવાનો આઈએસની પ્રવૃત્તિ તરફ આકર્ષિત થઈ રહ્યા છે. અમે આવી હિલચાલ પર ખાસ વોચ રાખી રહ્યા છીએ.

You might also like