મહેસાણા અને હિંમતનગરમાં મુસ્લિમ બિરાદરોએ રેલી કાઢી

મહેસાણા: હિન્દુ મહાસભાના અધ્યક્ષ કમલેશ તિવારીએ તાજેતરમાં ઈસ્લામ ધર્મના મહાન પયગમ્બર હુજુર (સ.અ.વ.) વિરુદ્ધ કરેલા ઉચ્ચારણોને પગલે મહેસાણા જિલ્લાના મુસ્લિમ બિરાદરોમાં રોષ ફેલાયો હતો. હિંમતનગરમાં પણ મુસ્લિમ બિરાદરોએ રેલી કાઢી હતી.

જેનો વિરોધ દર્શાવવા મહેસાણા શહેરમાં મુસ્લિમ બિરાદરોએ વિશાળ રેલી કાઢીને ધાર્મિક લાગણીઓ દુભાય તેવા નિવેદન કરનારા આવા તત્ત્વો સામે કડક પગલાં ભરવાની માંગ સાથેનું એક આવેદન પત્ર કલેક્ટરને સુપરત કર્યું હતું. મહેસાણા શહેરમાં પણ સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા વિશાળ અને શિસ્તબદ્ધ રેલી કાઢવામાં આવી હતી.

મૌલાના સૈયદ ગુલામમુરતજા, દોલતખાન પઠાણ, મોહસીનઅલી સૈયદ, ઈરફાનખાન પઠાણ સહિત મહેસાણા અને નાગલપુર સહિત જિલ્લાના મોટી સંખ્યામાં સમસ્ત મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા અને શહેરના રાજમાર્ગો પર મુસ્લિમ સમાજની આ વિશાળ રેલી ફરીને શિસ્તબદ્ધ રીતે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી હતી.

ત્યારબાદ મુસ્લિમ સમાજના કેટલાંક આગેવાનોએ નિવાસી કલેક્ટર મેરજાને મળી આવેદન પત્ર સુપરત કર્યું હતું. અને ઈસ્લામ ધર્મના મહાન પયગમ્બર સાહેબ સામે વિરોધાત્મક ઉચ્ચારણો કરનાર સામે પગલાં લેવા માંગ કરી હતી.

ઉત્તર પ્રદેશમાં ભારતીય હિન્દુ મહાસભાના હોદ્દેદાર કમલેશભાઇ તિવારીએ મોહંમદ પયગમ્બર સાહેબ અંગે ટીપ્પણી કરતા તેના વિરોધમાં સિધ્ધપુર તાલુકા અને શહેરના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મૌન રેલી કાઢી મામલતદારને આવેદન પત્ર અપાયું હતું. જેમાં એહલે સુન્નતવ જમાસત તબ્બીગી જમાન શિયા જાફરી જમાન આગખાની જમાન દાઉદી વોહરા સમાજ સહિત મુસ્લિમો જોડાયા હતા.

મામલતદાર કચેરી ખાતે રેલી આવતા મૈયુદીન ભાઇ સૈયર, પોલાદી કૈયુમ ખાના આબીદ છુવારા, ફારૂકભાઇ નાંદોલિયા, નુરુદ્દીનભાઇ નંદર બારવાલા અબુ બકરમુખી, અરશદ ઉમર ડીંડરોલ ફારૂકભાઇ સૈયદ સહિત આગેવાનોએ સિધ્ધપુર મામલતદાર એન. એસ. ડીયાને આવેદન પત્ર આપીને જણાવ્યું હતું કે કમલેશ તિવારીએ ઇસ્લામના પયગમ્બર સાહેબ સામે વાણી વિલાસ કરી અપમાનિત શબ્દો ઉચ્ચાર્યા છે.

You might also like