કર્ણાટકઃ ડે.સીએમ પદ માટે, વીરશૈવ સમુદાય બાદ હવે મુસ્લિમ સમાજ મેદાને

કર્ણાટકમાં કોંગ્રેસ અને જનતા દળ સેક્યુલર(જેડીએસ) વચ્ચે સરકારની રચના માટે રકજક રોકાવાનું નામ લેતી નથી. એવુ લાગે છે કે આ સરકાર માટે રસ્તો સહેલો નથી. કેમકે ઉપમુખ્યમંત્રી પદને લઈ હજુ સુધી મામલો સંકેલાયો નથી. સોમવારે કુમારસ્વામીએ દિલ્હીમાં કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે બેઠક કરી અને તેમને શપથગ્રહણમાં આવવાનું નિંમત્રણ આપ્યુ હતુ. એવી પણ ખબર મળી હતી કે આ મુલાકાતમાં કેબિનેટ વહેંચણીને લઈ ચર્ચાઓ પણ થઈ હતી.

હજુ સુધી કેબિનેટની વહેંચણીને લઈ કોંગ્રેસ અને જેડીએસે નમુનો તૈયાર હોવા છતા ચીત્ર સ્પષ્ટ કર્યુ નથી. પરંતુ ડે.સીએમ અને સ્પીકર પદ માટે રાજ્યના રાજકારણાં ઘણા પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. જ્યાં કોંગ્રેસ રાજ્યમાં પોતાના બે ડે.સીએમ સહિત સ્પીકર પદને પોતાની પાસે રાખવા માંગે છે. ત્યારે કુમારસ્વામીને આ વાતથી કોઈ લેવાદેવા નથી. હવે આ મામલામાં મુસ્લિમ સમુદાય પણ મેદાનમાં આવી ગયો છે.

મુસ્લિમ સંગઠનોના એક સમુહે મીડિયા સાથે વાતચીત કરી. તેમણે માંગ કરી છે કે તેઓ 7 વખતથી કોંગ્રેસ ધારસભ્ય રોસન બેગ કાંતો સમુદાયના કોઈ બીજા મુસ્લિમ નેતાને નવી કેબિનેટમાં ડે.સીએમનું પદ આપે. ડે.સીએમ માટે કોંગ્રેસ તરફથી પહેલાથી જ પરમેશ્વરનું નામ ચર્ચામાં છે. પરંતુ બજા નામ માટે હજી કોઈ ચર્ચા થઈ નથી. રોશન બેગનું નામ મુસ્લિમ સમુદાય દ્વારા લેવાતા તેમણે પ્રતિક્રિયા આપી હતી કે ‘તેમાં ખોટુ શુ છે?, કેમ નહીં? જો બીજા સમુદાયના લોકો દ્વારા માંગ કરવામાં આવી શકે છે તો આખરે મારા સમુદાયના લોકો કેમ ન કરી શકે? પણ દિવસના અંતમાં હાઈકમાન્ડને જ નિર્ણય કરવાનો છે. ‘

You might also like