ઝારખંડમાં હિન્દુ સગીરા સાથે પ્રેમ સંબંધમાં મુસ્લિમ યુવાનની હત્યા

ગુમલા (ઝારખંડ): ઝારખંડના ગુમલા જિલ્લામાં ૧૯ વર્ષના એક મુસ્લિમ યુવાનને હિન્દુ યુવતી સાથેના પ્રણયસંબંધને લઈ એક થાંભલા સાથે બાંધીને ઢોર માર મારીને મારી નાખ્યાનો કિસ્સો બહાર આવ્યો છે. પોલીસે આ સંદર્ભમાં ત્રણની ધરપકડ કરી છે.

પોલીસ અધીક્ષક (એસપી) ચંદનકુમાર ઝાએ જણાવ્યું હતું કે કોઈ અન્ય સમુદાયની પોતાની ગર્લફ્રેન્ડ સાથે મોહમ્મદ શા‌િલક નામના યુવાનને ફરતો જોયા બાદ લોકોએ તેને નિર્દય રીતે માર મારીને તેની હત્યા કરતાં પોલીસે આ ઘટનામાં ત્રણ શખસની ધરપકડ કરી છે. તેમણે જણાવ્યું હતું કે આ ઘટના પ્રેમસંબંધને લઈને થઈ છે અને તે કોમવાદી ઘટના નથી.

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછ દરમિયાન મળેલા સુરાગના આધારે આ ધરપકડ કરવામાં આવી છે. એસપીના જણાવ્યા અનુસાર છોકરીનાં પરિવારજનો આ સંબંધની વિરુદ્ધ હતાં અને તેમણે મોહમ્મદ શા‌િલકને છોકરીથી દૂર રહેવા પણ ચેતવણી આપી હતી, જોકે શા‌િલકે આ ચેતવણી પર ધ્યાન આપ્યું ન હતું અને છોકરીને મૂકવા માટે તેના ઘરની નજીક સુધી ગયો હતો. ગુમલા પોલીસ સ્ટેશન હેઠળ આવતા સોસો મોડ પર શા‌િલકને ફરીથી ૧૫ વર્ષની આ યુવતી સાથે જોતાં સ્થાનિક લોકો ભડકી ઊઠ્યા હતા અને શા‌િલકને એક થાંભલા સાથે બાંધીને તેને ઢોર માર મારતાં તેનું મોત થયું હતું.

પોલીસ નિદેશકે જણાવ્યું હતું કે જ્યારે મોડી રાત સુધી મોહમ્મદ શા‌િલક ઘરે પરત નહીં આવતાં તેનાં પરિવારજનોએ તેના મિત્રોને પૂછપરછ કરી હતી. છેવટે શા‌િલક ગંભીર હાલતમાં મળી આવ્યો હતો અને તેને હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં પાછળથી તેનું મૃત્યુ થયું હતું.
http://sambhaavnews.com/

You might also like