આજથી રમજાનનો પ્રારંભ, લાંબો રહેશે રોજો

અમદાવાદઃ આજથી રમજાનના પવિત્ર મહિનાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે ગરમીને કારણે આ વખતના રોજા રોજેદારો માટે અસહ્ય બની રહેશે. રોજા રાખનાર લોકોના રૂટિનમાં પણ પરિવર્તન આવશે.

સવારે સૂરજ ઉગતા પહેલાં સહરી માટે રોજેદારો ઉઠશે અને સૂરજ ડૂબ્યા સુધી રોજો રાખ્યા પછી સાંજે મગરિબના અજાન સાથે રોજો ખોલશે. આ વખતે દરેક રોજો લગભગ 15 કલાક લાંબો રહેશે. તો બીજી તરફ ગરમીનું જોર પણ યથાવત છે ત્યારે વૃદ્ધો, બાળકો માટે આ વખતના રોજા થોડા કપરાં સાબીત થશે.

હાલ મુસ્લિમ બિરાદરોમાં રમજાનને લઇને ખુશીનો માહોલ છે. મુસ્લિમ બિરાદરો ઇફ્તાર પહેલાં એકબીજાના ઘરે અને મસ્જિદોમાં ઇફ્તારીનો સામાન મોકલે છે. મોટી સંખ્યામાં લોકો મસ્જિદમાં ભેગા થઇને એક સાથે રોજા ખોલે છે.

You might also like