મુસ્લિમ તરુણીને ભગાડી જનાર હિંદુ યુવકના જામીન મંજૂર કરતી હાઈકોર્ટ

અમદાવાદ: સુરતની મુસ્લિમ તરુણીને ભગાડી જનાર રબારી યુવકના કાયમી જામીન હાઈકોર્ટે મંજૂર કર્યા છે. જાેકે અા કેસમાં જામીન મંજૂર થવા કરતાં વધુ મહત્વની બાબત અે છે કે આ મુસ્લિમ તરુણી રબારી યુવક સાથે 18 વર્ષની વયે હિન્દુ વિધિથી લગ્ન કરશે. હાલ 15 વર્ષની અા મુસ્લિમ તરુણી શ્રાવણ માસના ઉપવાસ કરે છે અને ઘરે ભગવાન શંકરની પૂજા પણ કરે છે.

અા રસપ્રદ કેસની વિગત અેવી છે કે સુરતમાં રહેતા રબારી યુવક વિપુલ સગર (ઉ.27)ની તેના વિસ્તારમાં રહેતી અેક મુસ્લિમ તરુણી સાથે અાંખો મળી ગઈ હતી. બંનેની ઉંમર વચ્ચે મોટો તફાવત હતો. વિપુલ 26 વર્ષનો હતો અને મુસ્લિમ તરુણી માત્ર 14 જ વર્ષની હતી. તેમ છતાં બંને પ્રેમી પંખીડાં સમાજની પરવા કર્યા વિના વર્ષ 2015માં નાસી છુટ્યાં હતાં. જાેકે નાસી ગયાના ચાર દિવસ બાદ બંનેને પોલીસે ઝડપી લીધાં હતાં અને તરુણીના પિતાઅે વિપુલ સગર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે વિપુલ સામે અપહરણ સહિતની ગંભીર કલમો તેમજ પોકસોની પણ કેટલીક કલમો લગાડવામાં આવી હતી.

જેલમાં ગયા પછી પણ બંને પ્રેમીઅો વચ્ચેનો પ્રેમ અોછો થયો ન હતો. મુસ્લિમ તરુણી વિપુલ સાથે ઘર માંડવાની જીદ લઈને બેઠી હોવાથી અંતે તેનાં માતા પિતા ઝુક્યાં હતાં અને તરુણીના પિતાઅે સમાધાનકારી વલણ અપનાવ્યું હતું. જેના પગલે વિપુલ સગરે હાઈકોર્ટમાં તરુણીના પિતાની સમાધાનની અરજી સાથે કાયમી જામીન માટે અરજી કરી હતી. તેણે જામીન અરજીમાં મુસ્લિમ તરુણી સાથે લગ્ન કરવાની બાબતનો પણ ઉલ્લેખ કર્યો હતો.

અગાઉ સેશન્સ કોર્ટે તેની જામીન અરજી ફગાવતાં યુવકે હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. જેના પરની સુનાવણીમાં કોર્ટ તરફથી સવાલ કરવામાં અાવ્યો હતો કે તરુણી સગીર વયની હોવાથી તેનાં લગ્ન ન થઈ શકે અને તેથી યુવકને જામીન ન મળી શકે. અારોપી તરફે અેડ્વોકેટ મૌસમી વાળાઅે દલીલ રજૂ કરી હતી કે મુસ્લિમ કાયદા મુજબ મુસ્લિમ યુવતી જ્યારે 15 વર્ષની થાય કે પછી પ્યુબર્ટી અેટેન કરે ત્યારે તે તેનાં માતા પિતાની સંમતિ વગર લગ્ન કરી શકે છે.

અા દલીલને આધારે તેમજ યુવતીના પિતાની સમાધાનની અરજીના અાધારે હાઈકોર્ટના જસ્ટીસ પી. પી. ભટ્ટે વિપુલ સગરના કાયમી જામીન મંજૂર કર્યા હતા. જાેકે મુસ્લિમ તરુણી પોતે હિન્દુ વિધિ મુજબ 18 વર્ષની ઉંમરે લગ્ન કરવા માગે છે તેથી હાલ બંને પ્રેમીઅોની સગાઈ કરી દેવામાં અાવી છે.

You might also like