પાકિસ્તાનમાં 1 જ પિતાનાં 96 બાળકો : અલ્લાહે પેટ આપ્યું તો ભોજન પણ આપશે

કરાંચી : પાકિસ્તાનમાં દિવસે દિવસે વસ્તી વધી રહી છે. વસ્તી વધવાનું મોટુ કારણ સ્થાનિકોની વિચારસરણી છે. તેમનું માનવું છે કે અલ્લાહ જ તેમની જરૂરિયાતો પુરી કરશે. ત્યાં એવા લોકો પણ છે જેમને એ વાતથી કોઇ ફરક નથી પડતો કે વધી રહેલી વસ્તી આર્થિક લાભ અને સામાજીક કાર્યોને પ્રભાવિત કરી રહી છે. તેમનું માનવું છે કે બાળકો તો અલ્લાહની દેન હોય છે, આપણે તેમને અટકાવનારા કોણ હોઇએ છીએ.

અત્રે નોંધનીય છે કે પાકિસ્તામાં 19 વર્ષ બાદ દેશમાં વસ્તીગણતરી કરવામાં આવી ઈછે અને તેનો રિપોર્ટ જુલાઇમાં આવવાની શક્યતા છે. એવુ અનુમાન છે કે દેશની વસ્તી લગભગ 20 કરોડ થઇ જશે. 1995માં 13.5 કરોડ હતી. વર્લ્ડ બેંક અને સરકારી આંકડાઓનાં અનુસાર પાકિસ્તાન દક્ષિણ એશિયામાં સૌથી વધારે જન્મદરવાળો દેશ છે. અહીં દરેક મહિલાનાં ઓછામાં ઓછા 3 બાળકો છે. નોંધનીય છે કે પાકિસ્તાનમાં 3 પિતાનાં 96 બાળકો છે અને તેમને આ વાતનો કોઇ ફરક નથી પડતો.

36 બાળકોનાં પિતા ગુલઝાર ખાને કહ્યું કે અલ્લાહે સમગ્ર વિશ્વનાં માણસોને બનાવ્યા છે, એટલા માટે હું કોણ હોઉ છું બાળકો પેદા કરવાની પ્રાકૃતિક પ્રક્રિયાને રોકનારા સાથે જ તેમણે કહ્યું કે ઇસ્લામ ફેમિલિ પ્લાનિંગની વિરુદ્ધ છે. હાલમાં જ તેમની ત્રીજી પત્ની ગર્ભવતી છે. ગુલઝારે જણાવ્યું કે અમે મજબુત થવા માંગીએ છીએ તેનાં અનુસાર ક્રિકેટ મેચ રમવા માટે તેનાં બાળકોને મિત્રોની જરૂર નથી.

You might also like