હિન્દુ સગીરાને ભગાડી જનાર મુસ્લિમ કોન્ટ્રાક્ટર ઝડપાયો

અમદાવાદ: વર્ષ 2014માં રાણીપ વિસ્તારમાં રહેતી એક હિન્દુ સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડીને લઇ જનાર 32 વર્ષીય મુસ્લિમ પરિણીત યુવકની ધરપકડ કરી છે. પરિણીત યુવક વિરુદ્ધમાં રાણીપ પોલીસે પોસ્કો એક્ટ હેઠળ બળાત્કારનો ગુનો દાખલ કરીને મીરજાપુર ખાતે આવેલી સ્પેશિયલ અદાલત (પોસ્કો કોર્ટ)માં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટ સમક્ષ આરોપીએ ઢોરમાર માર્યો હોવાની પોલીસ વિરુદ્ધમાં ફરિયાદ કરાતાં તેને સિવિલ હોસ્પિટલમાં મે‌િડકલ ટ્રીટમેન્ટ માટે મોકલી આપવાનો આદેશ કર્યો છે.

મૂળ ગરોલ ગામ મુઝફ્ફરપુર, બિહાર રાજ્યનો 32 વર્ષીય પરિણીત યુવક મહંમદ ફયાઝ શેખ ‌િબ‌િલ્ડંગ કોન્ટ્રાક્ટરનું કામ કરે છે, તેના હાથ નીચે મજૂરીકામ કરતી અને રાણીપ વિસ્તારમાં રહેતી 17 વર્ષીય ‌િહન્દુ સગીરાને એક વર્ષ પહેલાં લગ્નની લાલચ આપીને ભગાડીને લઇ ગયો હતો.
‌િબહારમાં લઇ જઇને સગીરા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. આ મુદ્દે સગીરાનાં માતા-પિતાએ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. ત્રણ-ચાર દિવસ પહેલાં મહિલા ક્રાઇમ બ્રાંચે ‌િબહાર જઇને સગીરાને આરોપી ફયાઝની ચુંગાલમાંથી છોડાવી હતી અને ફયાઝની ધરપકડ કરી હતી. પોલીસની ફયાઝે કબૂલ્યું હતું કે બિહારમાં મદરેસામાં જઇને ફયાઝ સગીરા સાથે લગ્ન કરી લીધાં હતાં ત્યારે ફયાઝ પરિણીત હોવાનું પણ કબૂલ્યું હતું.

આરોપી ફયાઝને મીરજાપુર ખાતે આવેલી સ્પેશિયલ અદાલત (ખાસ પોસ્કો કોર્ટ)માં રજૂ કરવામાં આવ્યો હતો, પોલીસે 10 દિવસના ‌િરમાન્ડની માગણી કરી હતી, જેમાં કોર્ટે 4 દિવસના ‌િરમાન્ડ આપ્યા હતા. ‌આરોપીના વકીલ આરીફ શેખે કોર્ટમાં પોલીસે ‌િરમાન્ડ દરમ્યાન ઢોરમાર માર્યાે હોવાની અરજી આપી હતી જેમાં કોર્ટે આરોપી ફયાઝને મે‌િડકલ તપાસ માટે મોકલી આપ્યો છે.

You might also like