હિંદુ યુવતીને ફસાવનાર મુસ્લિમ યુવક કરી ચુક્યો છે ધર્મ પરિવર્તન માટે અરજી

વડોદરા : વડોદરાની હિન્દુ સગીરાને લવ જેહાદ અંતર્ગત પ્રેમ જાળમાં ફસાવવા બદલ પોસ્કો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તે યુવકે હવે હિન્દુ ધર્મ અંગીકાર કરવા માટેની અરજી કરતા કેસમાં ભારે ગુંચવાડો પેદા થયો છે. એકલવ્ય ઉર્ફે રાજેશ ઉર્ફે અલીમહંમદ શેખ નામનાં વ્યક્તિએ 4-11-2015નાં રોજ ગુજરાત ધર્મ સ્વાતંત્રય અધિનિયમ 2003 હેઠળ હિન્દુ ધર્મ અંગીકાર કરવા માટેની અરજી કરી હતી. જેનાં કારણે હવે પોલીસ માટે ગુંચવાડાભરી પરિસ્થિતી પેદા થઇ છે.
અત્રે નોઁધનીય છે કે હિંદુ યુવતીને ફસાવો અને ઇનામ મેળવો તેવા લવ જેહાદનાં મેસેજ ફરતા થયા હતા. આ લવ જેહાદમાં મેસેજ વચ્ચે એક પાટીદાર પરિવારે પોતાની પુત્રીને જે યુવક સાથે પ્રેમ સંબંધ છે તે હિંદુ હોવાનો દાવો કરે છે પરંતુ તે મુસ્લિમ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. તપાસ કરતા તે મુસ્લિમ હોવાનું બહાર આવ્યું હતું અને તેની ધરપકડ કરવામાં આવી હતી. આ ફરિયાદ બાદ ભારે હોબાળો થયો હતો. જો કે હિન્દુ-મુસ્લિમ માતાપિતા ધરાવતો એકલવ્ય ઉર્ફે રાજેશનાં માતાપિતાનો આક્ષેપ છે કે તેનાં પુત્રને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યો છે.
એકલવ્યનાં વાલીનો આક્ષેપ છે કે તેનાં પુત્રને યુવતી દ્વારા પ્રેમ પત્રો લખવામાં આવ્યા છે ઉપરાંત લગ્ન માટેની તૈયારી દર્શાવી છે. લવ જેહાદનો વિવાદ તો હમણા ચાલુ થયો પરંતુ અમે અમારા પુત્રનું મુસ્લિમ નામ હિન્દુમાં પરિવર્તિત કરવા માટે 2015નાં વર્ષથી જ કાર્યવાહી ચાલુ કરી દીધેલી છે. જેથી અમારા પુત્રને ફસાવવાનો પ્રયાસ કરવામાં ન આવે. પ્રેમમાં રાજકારણ અને ધર્મનો વિવાદ નાખવામાં ન આવે અને બે પ્રેમીઓને એક થવા દેવા જોઇએ.

You might also like