સંગીત સાથે શીખવાથી મગજની શક્તિ વધુ ખીલે

શીખવામાં અઘરી લાગતી બાબતોને સંગીતની રિધમ સાથે શીખવામાં આવે તો એ મગજને સતેજ કરે છે અને અવાજ નોંધતા મગજના ભાગ અને શરીરની મૂવમેન્ટ કંટ્રોલ કરતા ભાગ વચ્ચે કોમ્યુનિકેશન સુધરે છે. બ્રિટનની યુનિવર્સિટીના રિસર્ચરોએ ૩૦ જમોડી વોલન્ટિર્સ પર સંગીતની મગજ પરની અસર નોંધવા માટે પ્રયોગ કર્યો હતો. આ લોકોને ડાબા હાથે ચોક્કસ ટાસ્ક કરતાં શીખવવામાં આવ્યું હતું. એક ગ્રૂપના લોકોને ડાબા હાથની આંગળીઓની મૂવમેન્ટને મ્યુઝિકની સાથે ફેરવતાં શીખવવામાં આવી હતી, જ્યારે બીજા ગ્રૂપને માત્ર શાબ્દિક સૂચનાઓ અપાઇ હતી, જ્યારે તેમના મગજનાે એમઆરઆઇ એટલે કે મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ કરવામાં આવ્યો ત્યારે મ્યુઝિક સાથે નવી સ્કિલ શીખનારા લોકોની શ્રવણ અને શરીરની મૂવમેન્ટ્સ સાથે સંકળાયેલા જમણી બાજુના મગજના વાઇટ મેટરમાં સ્ટ્રક્ચરલ કનેક્ટિવિટી વધુ સારી ડેવલપ થઇ હતી.
http://sambhaavnews.com/

You might also like