મુંબઇમાં યોજાનાર ગુલામ અલીનો મ્યૂઝિક લોન્ચ કાર્યક્રમ રદ

મુંબઇ: મુંબઇમાં શુક્રવારે યોજાનાર એક મ્યૂઝિક લોન્ચ કાર્યક્રમ, જેમાં પાકિસ્તાની ગઝલ ગાયક ગુલામ અલી પણ ભાગ લેવા માટે આવ્યા હતા, શિવસેનાના વિરોધના લીધે આજે રાત્રે રદ કરવામાં આવ્યો હતો. આ પહેલાં પણ શિવસેનાના વિરોધના લીધે પુણેમાં ગુલામ અલીનો કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો.

ટીવી શોના મેજબાનથી ફિલ્મ નિર્માણની દુનિયામાં આવેલા સોહેબ ઇલિયાસીએ જણાવ્યું હતું કે ‘કાર્યક્રમ શુક્રવારે અંધેરીના ‘ધ ક્લબ’માં યોજાવવાનો હતો, પરંતુ હવે તે થઇ શકશે નહી. તે રદ થઇ ગયો છે.’ સોહેબ ઇલિયાસીએ જણાવ્યું હતું કે ગુલામ અલી (75)એ પોતાની મુંબઇ યાત્રા રદ કરી દીધી છે.

ગુલામ અલી ગઇકાલે મુંબઇ આવવાના હતા અને શુક્રવારે તે ઇલાસીની ફિલ્મ ‘ઘર વાપસી’ના મ્યૂઝિક લોન્ચમાં ભાગ લેવાના હતા. ફિલ્મમાં કામ કરવા ઉપરાંત તેમણે એક દેશભક્તિ ગીત પણ ગાયું છે.

ઇલિયાસીએ જણાવ્યું હતું કે આયોજન સમિતિના એક સભ્ય ‘ધ ક્લબ’માં પૈસા જમા કરાવવા ગયો હતો પરંતુ દાવો કર્યો કે તેમણે કહ્યું કે તમારી બુકીંગ રદ થઇ ગઇ છે. કોઇ કારણ જણાવવામાં આવ્યું નથી. ગુલામ અલી સાહેબને પણ આ અંગે જાણકારી છે અને તે આનાથી દુખી છે. ઇલિયાસીએ દાવો કર્યો હતો કે સ્થાનિક પોલીસ અને શિવસેનાના કેટલાક સભ્યોએ આયોજકોને ધમકી આપી છે તથા કાર્યક્રમ રદ કરવા માટે કહ્યું છે.

;ધ ક્લબ’ના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે તેમની પાસે આ પ્રકારનું કોઇ બુકિંગ ન હતું. પરંતુ ઇલિયાસીએ કહ્યું કે તેમણે પોતે જઇને બુકીંગ કરાવ્યું હતું. ઇલિયાસીએ કહ્યું કે ‘તેમણે અમને ત્યાં કોનું બુકીંગ છે અને શું કાર્યક્રમ છે તે અંગે જણાવવાની ના પાડી દીધી. કાર્યક્રમમાં અમારી સાથે શણાગારવાનું કામ કરી રહેલા વ્યક્તિએ જણાવ્યું કે કોઇએ બુકીંગ કરાવ્યું નથી.

You might also like