લતિફના પુત્રએ જોઇ ફિલ્મ ‘રઇસ’, કોર્ટમાં સાબીત કશે ફિલ્મ બની છે પિતા પર

અમદાવાદઃ ગત બુધવારે ‘રઇઝ’ ફિલ્મ રિલીઝ થઇ છે. જે બોક્સ ઓફિસ પર તગડી કમાણી કરી રહી છે. આ ફિલ્મ રિલીઝ પહેલાં ખાસ્સી ચર્ચામાં રહી હતી. તે અમદાવાદના ડોન લતિફના જીવન પર બની હોવાનો લતિફના પુત્રનો દાવો છે. ત્યારે ગઇકાલે રાત્રે ફિલ્મ જોયા પછી લતિફના પુત્ર મુસ્તાકે કહ્યું છે કે આ ફિલ્મ તેના પિતા પર જ બનાવવામાં આવી છે. જે હવે તે કોર્ટમાં સાબીત કરશે.

ઉલ્લેખનીય છે કે ગત રાત્રે લતિફનો પુત્ર મુસ્તાક તેના સાથી મિત્રો સાથે થિયેટરમાં ફિલ્મ જોવા ગયો હતો. તે ફિલ્મ રિલીઝ પહેલાં કહીં ચૂક્યો હતો કે ફિલ્મ જોયા પછી જો તેને લાગશે કે આ ફિલ્મ તેના પિતા પર જ બની છે. તો તે મામલે ચોક્કસથી કાયદેસર કાર્યવાહી કરશે. લતીફના પુત્રએ જણાવ્યું છે કે તેમની સાથે છેતરપિંડી થઇ છે. રાહુલ ધોળકિયા અને ટીમે તેમની સાથે છેતરપિંડી કરી છે. ત્યારે કાયદેસરની લડાઇ ચોક્કસથી લડીશું.

અમદાવાદના 90ના દાયકાના ડોન અબ્દુલ લતીફના જીવન પર કથિત રીતે આ ફિલ્મ બનાવાઇ છે. આ ફિલ્મને લતિફના પુત્ર મુસ્તાકે હાઇકોર્ટમાં પડકારી છે. કોર્ટના નિર્દેશ અનુસાર મુસ્તાક અને લતિફનો પરિવાર શુક્રવારે ફિલ્મ જોવા ગયો હતો. ત્યારે ફિલ્મ જોયા બાદ પરિવાર આગળ કાયદાકિય જંગ ખેલી શકે છે.

http://sambhaavnews.com/

You might also like