મુશફિકુરે પોતાનાં પર લીધી હારની સંપુર્ણ જવાબદારી

કોલકાતા : આઇસીસી ટી-20 વર્લ્ડ કપમાં ભારતની વિરુદ્ધ રમાયેલી મેચમાં બાંગ્લાદેશનો રોમાંચક પરાજય થયો હતો. જો કે આ પરાજય બાદ મુશફિકુર રહીમે દેશની માફી માંગી હતી. આ હાર માટે મુશફિકુરે પોતાની લાલચને જવાબદાર ઠેરવી હતી. એક અહેવાલ અનુસાર ગ્રુપ-5માં ભારતની વિરુદ્ધની મેચમાં મુશફિકુરે બાંગ્લાદેશને જીતાડવા માટે ખુબ જ મહેનત કરી હતી. બાંગ્લાદેશને જીતવા માટે છેલ્લા બોલમાં માત્ર બે રનની જરૂર હતી. જો કે છગ્ગો ફટકારવાનાં પ્રયાસમાં મુશફિકુર કેચ આઉટ થઇ ગયો હતો.

પોતાનાં અધિકારીક ફેસબુક પેજ પર મુશફિકુરે કહ્યું કે તેણે લાલચમાં આવવાની જરૂર નહોતું. તે ટીમની હારની પાછળ ક્યાંક ને ક્યાંક પોતે જવાબદાર હોય તેવું માને છે. જેનાં માટે તે દેશની માફી માંગે છે. તે જાણે છે કે ટીમની હારનાં કારણે પ્રશંસકો ખુબ જ નારાજ છે પરંતુ ટીમનાં પ્રત્યેક ખેલાડીઓ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. તેનું કહેવું છે કે આ હારમાંથી પણ ટીમને ઘણુ શિખવા મળ્યું છે. ભવિષ્યમાં તે પ્રશંસકોનાં ચહેરા પર ખુશીઓ લાવવાનો પ્રયત્ન કરશે.

You might also like