2002માં ભારત પરમાણુ હૂમલો કરવાનું વિચારી રહ્યા હતા મુશર્રફ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનનાં પૂર્વ સૈનિક પ્રમુખ અને પર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે જણાવ્યું કે, વર્ષ 2001માં ભારતીય સંસદ પર થયેલા આતંકવાદી હૂમલા બાદ પેદા થયેલ તણાવ સમયે તેઓ ભારતની વિરુદ્ધ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવા અંગે વિચારી રહ્યા હતા, પરંતુ જવાબી કાર્યવાહી અંગે વિચારી તેમણે પોતાનો વિચાર ત્યાગી દીધો હતો.

મીડિયા રિપોર્ટ અનુસાર 73 વર્ષીય મુશર્રફે તે દિવસોને યાદ કરતા તેમ પણ જણાવ્યું કે, તે દરમિયાન તેમણે ઘણી રાતો જાગતા જાગતા વિતાવી છે. આ દરમિયાન તેઓ સતત એ જ વિચારતા રહેતા હતા કે ભારતની વિરુદ્ધ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવો જોઇએ કે નહી. જાપાની દૈનિક સમાચારપત્ર મેનચી શિમ્બુને સાથે વાત કરતા મુશર્રફે આ વાતનો ખુલાસો કર્યો છે.

મુશર્રફે કહ્યું કે જ્યારે 2002માં બંન્ને દેશો વચ્ચે તણાવ ખુબ જ વધી ગયો હતો તો એક એવો સમય આવ્યો જ્યારે પરમાણુ હથિયારોનાં ઉપયોગ મુદ્દે બનાવવામાં આવેલી લાઇન પાર કરવામાં આવી શકતી નથી. અખબારે મુશર્રફનાં હવાલાથી એવું કહ્યું હતું. અહીં તમને તે પણ જાણવા મળે છે કે 2002માં પરવેઝ જાહેર રીતે કહ્યું હતું કે તેઓ પરમાણુ હથિયારોનાં ઉપયોગ કરવાની સંભાવનાથી ઇન્કાર ન કરી શકાય.

You might also like