મેં ભાભીને મારી નાખી તેનો પસ્તાવો છે હવે મને મારી નાખો

અમદવાદ: જ્યારે કોઇ વ્યકિત પોતાના ગુસ્સા ઉપર કાબૂ ના મેળવી શકે ત્યારે તે કોઇ પણ હદે જઇ શકે છે તેના આવા સ્વભાવનો ભોગ આખો પરિવાર બને છે. આવું જ કાંઇક બન્યું છે. વસ્ત્રાલમાં ભાઇ ભાભી જોડે રહેતા ભગવાનસિંગ સાથે. જેણે ગઇ કાલે ભાભીની સામાન્ય બાબતે કાતરના ધા ઝીંકીને હત્યા કરી નાખી છે. હવે તે પોલીસ કહી રહ્યો છે કે મારી ભાભીને મેં મારી નાખી હતી. તેનો મને પસ્તાવો છે. હવે મને પણ તમે મારી નાખો

વસ્ત્રાલના સુમિન પાર્કમાં રહેતા 48 વર્ષના હરપાલસિંગ ગોર રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં પત્ની ઉર્મિલાબહેન ગોર બે દીકરા યોગેન્દ્રસિંગ અને દીપકસિંહ ગોર તથા તેમનો નાનો ભાઇ ભગવાનસિંગ ગોર રહે છે. ઉર્મિલાબહેન ઘરે સિલાઇ કામ કરીને પોતાના પરિવારની આર્થિક સહાયમાં મદદરૂપ થતાં હતાં ત્યારે હરપાલસિંગનો ભાઇ ભગવાનભાઇ છેલ્લા ઘણા સમયથી બેકાર છે.

ગઇ કાલે સવારે નાસ્તો સારો નહીં બન્યો હોવા જેવી સામાન્ય બાબતે ભગવાનસિંગને તેની ભાભી ઉર્મિલાબને સાથે તકરાર થઇ ગઇ હતી. હરપાલસિંગ દિયર અને ભાભીને કકરાટને થાળે પાડીને પોતના કામ ઉપર ગયા હતા. અચાનક ભગવાનસિંગને તેની ભાભી ઉપર ગુસ્સો આવી જતાં ઘરનો દરવાજો બંધ કરીને ભાભી ઉપર કાતર વડે હુમલો કરી દીધો હતો. બુમાબુમ થતા અડોશ પડોશના લોકો ઘરનો દરવાજો તોડી નાખતા ઉર્મિલાબહેનની લોહીથી લથપથ હાલતમાં લાશ પડી. હતી. પડોશીઓએ ભગવાનસિંગને પકડી પોલીસના હવાલે કરી દીધો હતો.

રામોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.આઇ. સોલંકીએ જણાવ્યું હતું કે ભગવાનસિંગના ગુસ્સા વાળા સ્વભાવના કારણે 4 વર્ષ પહેલાં તેની પત્ની તેને છોડીને પિયરમાં જતી રહી છે.  ભગવાનસિંગે નિવેદનમાં લખાવ્યુ છેકે ભાઇ હરપાલસિંહ અને ભાભી ઉર્મિલાબહેન રોજ માનસિક ત્રાસ આપતા હતા સમયસર જમવાનું પણ આપતા ન હતાં. ભાભીએ પણ ભગવાનસિંગની જવાબદારી લેવાનો ઇન્કાર કરી દીધો હતો. જેના કારણે ભાભી ભગવાનસિંગના આંખમાં ખૂંચતા હતા.

You might also like