વડોદરાના વ્યક્તિનું અપહરણ બાદ હત્યા,મામલો ટોક ઓફ ધ ટાઉન

વડોદરામાં એક વ્યક્તિનું અપહરણ થયા બાદ હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ રૂપિયાની લેતી દેતીમાં આ હત્યા થઈ હોવાનું અનુમાન છે. ઘટનાના પગલે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.ઘટનાની વિગત એવી છે કે, સુરેશ શાહ નામના વ્યક્તિએ વકીલ વિજય રોહીતને રૂપિયા 4.60 લાખ આપ્યા હતા.

જેની ઉઘરાણી કરતા વકીલે વારંવાર ગલ્લાં તલ્લાં કરતો હતો. ત્યારબાદ વિજય રોહિત નામના આ વકીલે રૂપિયા પરત ના કરવા માટે તેના અન્ય બે સાથીદારો સાથે કાવતરૂં કર્યું હતું.વકીલના કાવતરાએ હત્યાને અંજામ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે,આ પહેલાં તો આ ત્રણેય સખ્શોએ ગત 24મી એપ્રિલના રોજ સુરેશ શાહનું કારમાં અપહરણ કરવામાં આવ્યું. ત્યારબાદ સુરેશ શાહની હત્યા કરવાનું સામે આવ્યું. મળતી માહિતી મુજબ હત્યા બાદ તેના મૃતદેહને હાલોલ પાસેની કેનાલમાં ફેંકી આરોપી ફરાર થઈ ગયા હતા, પરંતુ અત્યારે ત્રણે આરોપીઓ પોલીસની પકડમાં છે.

You might also like