રાપર નજીક મામા-ફઇના ભાઈ-બહેનની કરપીણ હત્યા

કચ્છ: પશ્ચિમ કચ્છ ના નડાપા ગામે સગા પિતાએ પોતાના બે સંતાનો ને મોતને ઘાટ ઉતર્યાની ઘટનાની સાહી સૂકાઇ નથી ત્યાં તો ફરી પૂર્વ કચ્છના રાપર તાલુકાના પ્રતાપગઢ ગામે મામા-ફઇના ભાઈ-બહેનની કરપીણ હત્યાના બનાવથી પરિવારજનો સહીત સમગ્ર વાગડ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

કચ્છ જીલ્લા ના રાપર તાલુકા ના પ્રતાપગઢ ગામે રાત્રિ દરમિયાન ડબલ મર્ડરનો બનાવ બનવા પામ્યો હતો મૂળ રાપર ના કીડીયાનગર અને હાલે પ્રતાપગઢ ગામે વસવાટ કરતા રમેશભાઈ કોળીના પુત્ર વિજય કોળી તથા ઉર્મિલા કોળી આ બાળકી અને બાળકની કોઈ કારણોસર બોથડ પદાર્થ વડે પ્રહારો કરી હત્યા કરી નાખવામાં આવી છે. મોડી રાત સુધી બાળકો ઘરે પરત ન ફરતા પરિવારજનોએ આસ-પાસ વિસ્તારમાં શોધ-ખોળ આદરી હતી તે દરમિયાન વહેલી સવારે ગામ નજીક આવેલ તળાવ પાસે પહેલાં વિજય કોળીની લાશ મળી આવી હતી. વિજય કોળીની લાશને પીએમ માટે પલાસવા ખસેડાયા બાદ આજ વિસ્તારમાં શોધખોળ કરતાં ઉર્મિલા કોળીની પણ હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.

ઘટનાની જાણ થતાં પૂર્વ કચ્છના એસ.પી. ભાવનાબહેન પટેલ સહીત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો બંને બાળકોને માથાના ભાગે બોથડ પદાર્થ વડે વડે પ્રહારો કરી હત્યા કરી નાખવામાં આવેલ છે તેમ DYSP આર.જે. બારોટે જણાવ્યું હતું. હત્યારા કોણ છે અને શા માટે હત્યા કરી છે તે અંગે તપાસ બાદ જાણવા મળશે. મામા-ફઇના ભાઈ-બહેનના હત્યાના બનાવથી પ્રતાપગઢ ગામે ચકચાર મચી જવા પામી છે. તો પોલીસે FSL અને ડોગ સ્કોડની મદદથી હત્યારાઓને ઝડપી પાડવા કવાયત શરૂ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છ ના ભુજ તાલુકા ના નડાપા ગામે રહેતા નરાધમ પિતાએ પોતાના માસુમ બાળકો ને મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના ની હજુ સહી સુકી નથી ત્યાં રાપર તાલુકા ના પ્રતાપગઢ ગામ માં બે ભાઈ-બહેન ની હત્યાથી સમગ્ર જીલ્લા માં ચકચાર મચી જવા પામી છે.

You might also like